GSTV
Gujarat Government Advertisement

દેશભક્તિનું ઉત્તમ ઉદા./આંધ્રપ્રદેશનું એક એવું મુસ્લિમ ગામ જ્યાં દરેક ઘરમાંથી એક દિકરો ભારતીય સેનામાં

Indian-Army

Last Updated on January 27, 2021 by Pravin Makwana

વિશ્વભરમાં ભારતીય સેના પોતાની તાકાત અને વીરતાભર્યા સાહસ માટે એક અલગ જ ઓળખ ધરાવે છે. ત્યારે ભારતના વીર સપૂતોની આગળ ‘નાપાક’ પાકિસ્તાન અને ‘ચાલાક’ ચીન અનેક વાર ઘૂંટણીએ આવી ગયું છે. ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને સાહસના કારણે જ આજે દુશ્મનો ભારત સામે આંખ ઉઠાવતા ડરી રહ્યાં છે. ભારત દેશને સુરક્ષિત રાખવામાં અને નાગરિકો દેશમાં શાંતિથી જીવવા પાછળ સૌથી વધારે જો કોઇની મહત્વની ભૂમિકા હોય તો તે ભારતીય જવાનોની છે. ત્યારે આજે અમે તમને એક એવાં મુસ્લિમ ગામની વાત કરીશું કે જે ગામનો દરેક દીકરો આજે દેશની સુરક્ષામાં બોર્ડર પર તૈનાત છે.

આ ગામના દરેક ઘરનો દીકરો સેનામાં તૈનાત

આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં પ્રકાશમ જિલ્લો (District Prakasam) આવેલો છે. જ્યાં મલ્લારેડ્ડી પલ્લી કરીને એક ગામ આવેલું છે. આ આખુંય ગામ મુસ્લિમ ગામ છે. ત્યારે કહી શકાય કે આ ગામ એ દેશની રક્ષા માટે બહાદુર અને સાહસી દીકરાઓને જન્મ આપનારું ગામ છે. આ ગામના દરેક ઘરમાં એક પુત્ર બોર્ડર પર દુશ્મનોને ધૂળ ચટાડવા માટે સીમા પર તૈનાત છે.

દરેક નૌજવાનનું સેનામાં ભરતી થવાનું સપનું

આ ગામના દરેક નૌજવાનની આંખોમાં ભારતીય સેનામાં શામેલ થવાનું એક ઝનૂન હોય છે. ગામનો દરેક દીકરો ભારતીય સેનામાં જવા માટેનું સપનું પૂર્ણ કરવા દરરોજ સવારથી જ મહેનત શરૂ કરી દેતા હોય છે.

મલ્લારેડ્ડી પલ્લી ગામ (Mallareddy Palli Village) માં અનેક એવાં વીર જવાન છે કે જેઓઓ ભારત-પાકિસ્તાન યુદ્ધ, કારગિલ યુદ્ધ અને ભારત-ચીન યુદ્ધમાં દુશ્મનોને ધૂળ ચટાડી દીધી છે. અહીંના વૃદ્ધ લોકો બાળકોને સેના (Indian Army) માં શામેલ કરીને ભારતમાતાની સેવા કરવા માટે પ્રેરિત કરે છે અને આ પરંપરાને આગળ વધારવાની કોશિશમાં તેમનો સાથ આપે છે. આ ગામના દરેક નૌજવાન સેનામાંથી રિટાયર થઇ ચૂકેલા જવાનો પાસેથી ટ્રેનિંગ લેતા હોય છે.

ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ પણ સેનામાં જ શામેલ થવાનું સપનું

મલ્લારેડ્ડી પલ્લી (Mallareddy Palli) ગામમાં 86 પરિવાર રહે છે કે જેમાં 130 જવાનો ભારતમાતાની રક્ષામાં બોર્ડર પર તૈનાત છે. એમાંય આ ગામની ખાસિયત એ છે કે, અહીંના દરેક નૌજવાને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પણ તેઓ સેનામાં જ ભરતી થાય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અનોખો પ્રયોગ/ વેલેન્ટાઇન ડેથી ચેન બાંધીને એકબીજા સાથે સળંગ ૧૨૩ દિવસ રહેલું દંપતી છૂટા પડતાં બોલ્યું હાશ, શહેર પણ બદલી દીધા

Harshad Patel

Vastu Tips/ સવારે ઉઠીને ભૂલોથી પણ આ વસ્તુઓઓ જોઈ લીધી તો બગડી જશે તમારો દિવસ, મનાઈ છે અશુભ

Damini Patel

સંસ્કારનગરી ખાતે સિઝનના પ્રથમ વરસાદમાં જ મહાકાય બોર્ડ જમીન દોસ્ત, એક કલાકમાં જ તમામ વિસ્તારો પાણીમાં જળકાવ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!