ગુજરાતમાં હાલમાં ઉમેદવારોની મથામણ ચાલી રહી છે. આંતરિક કકળાટમાં કોંગ્રેસ હજુ છેલ્લી યાદી જાહેર કરી શકી નથી. પ્રથમવાર ભાજપમાં પણ આંતરિક રોષ જોવા મળ્યો છે. અમિત શાહે ગુજરાતની ચૂંટણી જીતવા માટે ધામા નાખીને બેઠા છે. આપણે અહીં ઉમેદવારોની વાત કરીએ તો…. જુનાગઢના 89 માંગરોળ માળીયાહાટીના વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠીયા જે પહેલાં જનસંઘના કાર્યકર રહી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ 1995 ની સાલમાં પોતાના વતન એવાં માધવપુર જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજય મેળવ્યો હતો ત્યારબાદ તેઓ 1998 ની સાલમાં માંગરોળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર તરીકે લડ્યા હતા અને વિજય મેળવ્યો હતો. સને 2002ની સાલમાં ભાજપ દ્વારા ટીકીટ અપાઇ ન હતી અને ફરી પાછા 2007માં ભાજપમાંથી માંગરોળની ધારાસભાની સીટ ઉપરથી લડી વિજય થયા હતા. 2012 માં ટીકીટ ન આપવામાં આવતાં ફરીએકવાર સને 2017માં ભાજપે ભગવાનજી કરગઠીયાને ટીકીટ આપી હતી અને તેઓ હાર્યા હતા.અભ્યાસની વાત કરીએ તો ભગવાનજી કરગઠીયાએ સીપીએડ સુધીનો અભ્યાસ કરેલો છે તેઓની જન્મ તારીખ 22/12/1957 છે. તેઓ ખેડૂત છે અને 45 વિઘા જેટલી જમીન ધરાવે છે હાલ ફરી એકવાર ભાજપ દ્વારા ટીકીટ આપી લડવાઈ રહ્યા છે

અહીં કોંગ્રેસ નાં ઉમેદવાર બાબુભાઇ વાજા છે. તેઓ કોળી સમાજના આગેવાન છે અને માળીયાહાટીના તાલુકાના ગડુ ગામનાં વતની છે. તેઓ સને 1976થી રાજકારણમાં પોતાની શરૂઆત કરી હતી. પ્રથમ વખત 1976મા ગડુ ગ્રામ પંચાયત ચુંટણી લડ્યા હતા અને ત્રણ ટર્મ ગડુના સરપંચ તરીકે રહ્યા હતા. ત્યારબાદ તેઓ જિલ્લા પંચાયતમાં અપક્ષ તરીકે ચુંટાયા હતા. અને તે પછી તેઓ ખેરા તાલુકા પંચાયત સીટમાં કોંગ્રેસમાંથી ચુંટાયા હતા. 2014 માં માંગરોળ ધારાસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં તેઓને કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાતાં તેમણે વિજય મેળવ્યો છે. 2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા રીપીટ કરતાં વિજય મેળવ્યો હતો.
બાબુભાઇ વાજાની જન્મ તારીખ ૨/૦૩/૧૯૫૨ છે. તેઓ ગડુ ગામે 3 એકર જમીન ધરાવે છે અને ખેડુત પુત્ર છે.બાબુભાઇ વાજાનો અભ્યાસ ઓલ્ડ SSC પાસ છે.
READ ALSO
- Train accident: PM મોદીએ રેલ દુર્ઘટના પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, મૃત્યુઆંક વધીને 288 થયો
- નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં
- કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો
- અમદાવાદ / ખાલિસ્તાનીઓએ આપેલી ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા, મહારાષ્ટ્રમાં ઝડપી પાડ્યું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ
- પિગમેન્ટેશન / હોઠની ઉપરના ભાગની કાળાશને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર છે શ્રેષ્ઠ