GSTV
Home » News » શાર્દુલની કમજોરીનો રોહિતે આ રીતે ઉઠાવ્યો ફાયદો, મલિંગા સાથે શેર કર્યું હતું સિક્રેટ

શાર્દુલની કમજોરીનો રોહિતે આ રીતે ઉઠાવ્યો ફાયદો, મલિંગા સાથે શેર કર્યું હતું સિક્રેટ

મલિંગાએ ધીમો બોલ નાખીને છેલ્લા બોલ પર એલબીડબ્લ્યૂ પર આઉટ કર્યો અને મુંબઈ એક રનથી જીતું ગયું. શાર્દુલની સાથે પ્રથમ શ્રેણી રમી ચૂકેલા રોહિતને સારી રીતે ખબર હતી કે તેને કેવી રીતે આઉટ કરવો. મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માને શાર્દુલ ઠાકુરના શોટ્સની ખબર હતી અને તેના લીધે જ લસિથ મલિંગાને કહ્યું કે તે બોલ ધીમો નાખે અને આઈપીએલની રસપ્રદ ફાઈનલમાં માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ.


રોહિતને લલચાવા માટે શાર્દુલે ઓન સાઈડ ખુલ્લી રાખી હતી. મલિંગાએ ધીમો બોલ નાખીને શાર્દુલને છેલ્લા બોલ પર એલબીડબ્લ્યૂ આઉટ કર્યો અને મુંબઈ એક રનથી જીતી ગયું. મેચ પૂરી થયા બાદ રોહિતે કહ્યું કે, અમારું ફોકસ તેને આઉટ કરવા પર જ હતું. હું શાર્દુલને સારી રીતે ઓળખું છું અને મને ખ્યાલ હતો કે તે શોટ્સ કયાં મારશે. મેં અને મલિંગાએ નક્કી કર્યું હતું કે ધીમો બોલ નાખીશું. મને ખબર જ હતી કે તે ત્યાં શોટ રમવાની કોશિશ કરશે અને ત્યારે કેચ આઉટ થઈ શકે છે. પરંતુ આનું પરિણામ કંઈપણ આવી શકે એમ હતું. પાછળની ઓવરમાં મોઘા સાબિત થયેલા મલિંગા કપ્તાનના વિશ્વાસ પર ખરો ઉતર્યો છેલ્લી ઓવર બહુ જ સરસ નાખી. રોહિતે છેલ્લી ઓવર મલિંગા પાસે નંખાવાના નિર્ણય સામે કહ્યું કે, આનું પરિણામ ઉલ્ટું પણ આવી શકતું હતું. પરંતુ એ સમયે હું અનુભવને વધુ મહત્ત્વ આપવા માગતો હતો, આ પરિસ્થિતિનો પહેલા પણ સામનો કરી ચૂક્યો છું. મલિંગા ઘણી વાર આ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યો હતો. માટે તેના પર વિશ્વાસ મૂક્યો.

આ પહેલા 2017માં ફાઈનલમાં મુંબઈએ રાઈઝિંગ પુણે સુપરસાઈન્ટને એક રનથી હરાવ્યું હતું. આમાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિશેલ જોનસને સામે વાળી ટિમને છેલ્લી ઓવરમાં 11 રન નહોતા બનાવવા દીધા. રોહિતે કહ્યું કે, મને યાદ છે જ્યારે અમે 2017માં જીત્યા હતા. જોનસનને છેલ્લી ઓવર લીધી અને 10 રન આપ્યા હતા. ક્યારેક તમારે દિલનો અવાજ સાંભળવો પડે અને મને લાગે છે કે અનુભવ ઉપર વિશ્વાસ રાખીને મેં કંઈ ખોટું નથી કર્યું. રોહિત પાંચ આઈપીએલ જીતી ચૂક્યો છે. જેમાં ચાર મુંબઈ અને એક ડેક્કન ચાર્જર્સ સાથે જીત્યા હતા. એમણે કહ્યું કે, ડેક્કન ચાર્જર્સનું તો હું ભૂલી જ ગયો હતો. એ નક્કી કરવું મુશ્કેલ છે કે કઈ જીત સૌથી વધુ મહત્ત્વની છે કેમ કે બધા માટે ઘણી મહેનત કરવી પડે છે. મારા માટે બધી યાદગાર છે.

READ ALSO

Related posts

રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

Mayur

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

Mayur

Twitterએ લોન્ચ કર્યુ નવું ડેસ્કટૉપ વર્ઝન, ચેન્જ કરી શકે છે થીમ કલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!