GSTV
Gujarat Government Advertisement

શ્રીલંકાના આ ફાસ્ટ બોલરનો રિટાયરમેન્ટ પર યુ-ટર્ન, હજી બે વર્ષ વધુ રમવા માંગે છે ક્રિકેટર

Last Updated on November 20, 2019 by Mansi Patel

શ્રીલંકાનાં કેપ્ટન અને અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ આવતા વર્ષે ટી-20 વર્લ્ડકપને બાય-બાય કહેવાનો પોતાનો નિર્ણય પાછો લઈ લીધો છે. તેણે કહ્યુ હતુ કે,તે બે વર્ષ વધારે રમવા માંગે છે. મલિંગાએ માર્ચમાં કહ્યુ હતુકે, તે ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા ટી-20 વર્લ્ડકપ બાદ સંન્યાસ લેવા માંગે છે.

આ ફોર્મેટમાં, શ્રીલંકાના 36 વર્ષીય કેપ્ટન મલિંગાએ કહ્યું છે કે તે આગળ પણ રમી શકે છે. તેણે ESPN ક્રિકઇન્ફોને કહ્યું, ટી-20 માં ફક્ત ચાર ઓવર જ નાખવી પડશે. અને મને લાગે છે કે હું તેમાં રમી શકું છું. કેપ્ટન તરીકે, મેં વિશ્વભરમાં ઘણી ટી-20 મેચ રમી છે અને મને લાગે છે કે હું વધુ બે વર્ષ રમી શકું છું.

તેણે કહ્યું કે, તે શ્રીલંકા ક્રિકેટની જાહેરાતની રાહ જોઈ રહ્યો છે કે શું તે ટી 20 વર્લ્ડ કપમાં કેપ્ટન રહેશે કે નહી. મલિંગાએ કહ્યું, “શ્રીલંકા ક્રિકેટે કહ્યું છે કે હું વર્લ્ડ કપમાં કેપ્ટન રહીશ, પરંતુ શ્રીલંકામાં કંઇ પણ થઈ શકે છે.”

ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ (106) લેનાર એકમાત્ર બોલર મલિંગાએ કહ્યું કે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી શ્રીલંકાની ટીમને સ્થિર કેપ્ટનશીપની જરૂર છે. તેણે કહ્યું, ‘શ્રીલંકામાં સારા બોલરો નથી અને ટીમ સતત સારું રમી નથી રહી. અમને એક-દોઢ વર્ષ લાગશે અને ત્યાં સુધી અમારે સંયમ રાખવો પડશે’

મલિંગાએ કહ્યું કે તે સતત રમીને જ પોતાનો ફાળો આપી શકે છે. તેણે કહ્યું, ‘મને લાગે છે કે જો હું યુવાનોને કંઈક આપી શકું તો મારે રમવું જોઈએ. જો હું નહીં રમું, તો હું તે કરી શકીશ નહી. ”શ્રીલંકાના યોર્કર લસિથ મલિંગાએ આ વર્ષે જુલાઈના અંતમાં વન-ડે ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધુ હતુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!