અરબાઝ ખાન અને મલાઇકા અરોરા આજે પોત પોતાની રીતે જીવન ગાળી રહ્યાં છે. તે લગ્નના વર્ષો બાદ છૂટા પડ્યાં છે. છૂટાછેડા બાદ પણ તેના જીવનમાં એકબીજા પ્રત્યે સારા સંબંધો ધરાવે છે. હાલમાં જ મલાઇકાએ અરબાઝ સાથેના સંબંધોને લઇને ખુલાસો કર્યો છે.
મલાઇકા અરોરા કરિના કપુર ખાનના રેડિયો શોમાં આવી હતી અને ત્યાં તેણે અરબાઝ ખાન સાથે કેમ છૂટાછેડા લીધા એ અંગે વાતચીત કરી. તેણે કહ્યું હતું કે અમે બન્ને એક-બીજાની સાથે રહેતા હતા એમાં બીજાને પણ અમે દુ:ખી કરી રહ્યાં હતાં. માટે આ પગલું લેવું પડ્યું.
મલાઇકાએ કહ્યું કે, અમે બન્ને એવી પરિસ્થિતિમાં હતાં કે અમારા કારણે બધા જ હેરાન થતા હતા. અમારા બન્નેના કારણે બધાનું જીવન પ્રભાવિત થઇ રહ્યું હતું. છૂટાછેડા લીધા તેની એક રાત પહેલાં સુધી હું પરિવાર સાથે બેઠી અને બધી વાત કરી. મેં મારી જાતને પૂછ્યું કે શું હું 100 ટકા છૂટાછેડા લેવા માટે તૈયાર છુ? અને પછી મેં આ મોટો નિર્ણય લેવાનો વિચાર કર્યો.
મલાઇકાએ કહ્યું, આ નિર્ણય મારી માટે કઠિન હતો. આ કોઇ સામાન્ય નિર્ણય ન હતો કે હું સરળતાથી લઇ શકું. આવા નિર્ણયમાં કોઇને કોઇની ઉપર આરોપ મૂકવામાં આવે છે અને પાર્ટનર એક-બીજા સામે આંગળી ચિધંતા જોવા મળે છે. દરેક સામાન્ય વ્યક્તિ આવું કરે છે. મારા જેવા વ્યક્તિ માટે આ વધુ મહત્વપૂર્ણ નિર્ણય હતો. કેમ કે, મારા માટે ખુશી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. મેં અને અરબાઝે આ નિર્ણય લેતાં પહેલાં ઘણી વાત કરી અને પછી એકબીજાથી અલગ થયા.
READ ALSO
- ટનલમાં જિંદગી મોત વચ્ચે શ્રમિકો લડી રહ્યા હતા લડાઈ, ત્યારે શું થયું હતું પીએમઓની બેઠકમાં?
- સુરત/ પાલિકાની ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દુર કરવાનું શરૂ, ઝુંબેશ અટકાવવા રાજકારણીઓના ધમપછાડા
- રસોડાના મહત્ત્વના વાસ્તુ નિયમો ન જાણતા હોવ તો થઈ જજો સાવધાન, નહીંતર ભોગવવું પડશે ભારે નુકસાન
- Long Weekend / ડિસેમ્બરમાં 1 દિવસની રજા લઈને માણો 4 દિવસની મુસાફરીનો આનંદ, આવી રીતે બનાવો પ્લાન
- Vastu Tips / તમારી કારની અંદર રાખો આ વસ્તુઓ, નકારાત્મક ઉર્જા અને ખરાબ પ્રભાવ દૂર થશે