મલ્લાઈકાએ હાથમાં પકડેલો બેગ 300 કે 500નો નહીં પણ સવા લાખ રૂપિયાનો છે

હંમેશા પોતાની ફિટનેસ, વાયરલ વીડિયો, ગોસીપ અને અર્જૂન કપૂર સાથેના રિલેશનશિપના કારણે ચર્ચામાં રહેતી મલ્લાઈકા અરોરા ખાન આજે પોતાના ટચૂકડા એવા બેગના કારણે ચર્ચામાં છે. મલ્લાઈકાને ફિટનેસ અને રેમ્પ વોકની મહારાણી ગણવામાં આવે છે. તેની સુંદરતા કોઈ પણ ફિલ્મના આઈટમ સોંગમાં કે પછી રેમ્પ પર ચાર ચાંદ લગાવવા પૂરતી છે. ત્યારે આજે મલ્લાઈકા પોતાના બેગ સાથે સ્પોટ થઈ તેની વાત કરીશું.

મલ્લાઈકા ફિટનેસ ફ્રિક છે. તે પોતાની હેલ્થનું ખૂબ જ ધ્યાન રાથે છે. પ્રોપર વર્કઆઉટ કરે છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે મલ્લાઈકા જીમમાંથી બહાર નીકળતા પાપરાઝીના કેમેરામાં સ્પોટ ન થઈ હોય. હંમેશા તેના નવા નવા લૂક આ કારણે જ વાઈરલ થતા રહે છે. શનિવારે બાંદ્રામાં પણ મલ્લાઈકા પોતાના હોટ અંદાજમાં સ્પોટ થઈ હતી.

તેનો લૂક તો શાનદાર હતો તેમાં બેમત નથી. 45 વર્ષીય અભિનેત્રી ગ્રે કલરના ટીશર્ટ. વ્હાઈટ કલરના ટ્રાઉઝર સાથે જોવા મળી હતી. સાથે વ્હાઈટ કલરના સ્નીકર પણ મેચ ટુ મેચ લાગી રહ્યા હતા. બ્લેક શેડ્સ તેના લૂકને દમદાર બનાવવા પૂરતા હતા. સાથે જ પોની ટેલમાં આકર્ષક અંદાજ પણ હતો. તેણે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે બ્લેક કલરનો બેગ પણ હાથમાં પકડ્યો હતો. આ બ્લેક કલરનો બેગ જ હવે હાઈલાઈટ થયો છે.

સમાચારમાં આ ટચૂકડી એવી બેગની ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે આ બેગની કિંમત ત્રણસો પાંનસો નહીં પણ પૂરી સવા લાખ રૂપિયા છે. એવું તો શું હશે મલ્લાઈકાના આ બેગમાં કે તેની કિંમત સવા લાખ રૂપિયા છે તે પણ એક જાતનું સસ્પેન્સ જ છે.

જણાવી દઈએ કે મલ્લાઈકા હાલ થોડા સમયથી અર્જૂન કપૂર સાથે રિલેશનશિપમાં છે. આ રિલેશનશિપની વાતો લીક થતી હોવાના કારણે જ મલ્લાઈકા એ પોતાના ફેવરિટ ડ્રાઈવરને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું હતું.

જો કે વાત મલ્લાઈકા અને અર્જૂનના રિલેશનશિપની કરવામાં આવે તો મીડિયા સામે ભલે ઈશ્કિયાની ચોરી છૂપી ગેમ રમતા પણ આ બંન્ને કપલે ખૂલ્લેઆમ ઈશ્કનો ઈઝહાર નથી કર્યો. જેની ફેન્સ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter