રોબોટનો પિત્તો ગયો અને કર્મચારીના શરીરની આરપાર કરી દીધા 10 ધારદાર સળીયા

આધુનિક યુગમાં સોફિયા જેવા સ્માર્ટ રોબોટ પોતાની કુશળતાથી દરેકને પ્રભાવિત કરે છે. દુનિયાના ધણા દેશોમાં રસ્તા પર ચલાવવા માટે ડ્રાઈવર લેસ કાર જેવા અવિષ્કાર કરવામાં આવી રહ્યા છે. આવામાં રોબોટને લઈને એક ઘટના સામે આવી છે જે સાંભળીને તમે હલી જશો. અને સાથે જ આ ઘટના આપણને આવા ખતરાની ચેતવણી પણ આપી જાય છે.

આ ઘટના ચીનની છે, જ્યાં દક્ષિણી ચીનના ઝુજો પ્રાંતમાં ચીની માટીના વાસણ બનાવવા વાળી એક ફેક્ટરીમાં બેકાબુ રોબોટે એક કર્મચારી પર જીવલેણ હુમલો કરીને તેના શરીરમાં સ્ટીલના 10 ધારદાર સળીયા ઘૂસાડી દીધા. રોબોટે કર્મચારીના હાથ અને છાતીમાં સ્ટીલના એક ફુટ લાંબા 10 ધારદાર સળીયા ઘૂસાડા દીધા.

આ સળીયાની જાડાઈ ડોઢ સેમી હતી. ત્યાર બાદ ગંભીર રીતે ઘાયલ કર્મચારીને એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરોએ ધણા કલાકોની સર્જરી બાદ શરીરમાંથી સળીયાને બહાર કાઢવામાં સફળતા મળી. તેમાંથી એક સળીયો કર્મચારીની મુખ્ય નશ પર હતો.

હોસ્પિટલમાંથી મળેલી જાણકારી અનુસાર સર્જરી બાદ હવે ઘાયલ કર્મચારીના હાલત સ્થિર છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter