GSTV

માલેગાંવ બ્લાસ્ટ કેસ: મુંબઈ હાઈકોર્ટે 4 આરોપીઓના જામીન મંજૂર કર્યા

માલેગાંવ કેસમાં મુંબઈ હાઈકોર્ટે 2006ના માલેગાંવ બ્લાસ્ટમાં જજ આઇએ મહંતી અને જજ એએમ બદરની બેંચએ ધન સિંહ, લોકેશ શર્મા, મનોહર નવરિયા અને રાજેન્દ્ર ચૌધરીની જામીન શુક્રવારે મંજૂર કર્યા છે.

બેંચે કહ્યું કે, અરજીકર્તાની 50,00 રૂપીયાના જામીન મંજૂર કરવામાં આવે છે. તથા ફાઈનલ સુનાવણી સુધી આરોપીને દરરોજ વિશેષ અદાલતમાં હાજરી આપવી જરૂરી રહેશે ઉપરાંત પુરાવા સાથે છેડછાડ કે તાજના સાક્ષી સાથે સંપર્ક કરવાની મનાઈ કરી છે.

નાસિકથી નજીકના માલેગાંવમાં હમીદિયા મસ્જિદની પાસેના સ્મશાનની બહાર 8 સપ્ટેમ્બર 2006ના રોજ સીરીયલ બ્લાસ્ટ થયા હતા. તેમાં 37 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 100 કરતાં વધારે લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર ATSએ શરૂઆતી તપાસમાં લઘુમતી સમુદાયના લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ CBIને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી હતી અને CBIએ પણ એ જ દિશામાં તપાસ હાથ ધરી હતી.

ANIએ તપાસ લેતા….

ત્યારબાદ રાષ્ટ્રીય તપાસ એજેન્સી (ANI)એ પોતાના હાથમાં તપાસ લીધી અને એ પરિણામ આવ્યું કે, લઘુમતી સમુદાયના લોકોએ હુમલાને અંજામ આપ્યો. ANIએ નવ લોકો વિરૂદ્ધથી ચાર્જ પાછો લેવાનો નિર્ણય લીધો અને ધન સિંહ, લોકેશ શર્મા, મનોહર નવરિયા અને રાજેન્દ્ર ચૌધરી વિરૂદ્ધ કેસ દાખીલ કર્યો.

ખાસ સુનવણી કોર્ટે 2016માં ANIના આ પ્રકારના વલણનો સ્વિકાર કરીને 9 આરોપીને છોડી મુક્યા હતા.

READ ALSO

Related posts

વિશ્વમાં 6.45 લાખ COVID-19નાં દર્દીઓ: 1 લાખ દર્દીઓ ધરાવતો અમેરિકા પ્રથમ દેશ

Karan

દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 179 નવા કેસ, કોરોનાનાં 21 દર્દીઓનાં થયા મોત તો 79 થયા સાજા

Karan

દેશમાં લોકડાઉન વચ્ચે લોકો આઉટ,મજૂરોની સામૂહિક હિજરત

Karan
Do NOT follow this link or you will be banned from the site!