GSTV

માલેગાંવ બ્લાસ્ટમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત 7 વિરુદ્ધ આરોપ નક્કી, આ દિવસે થશે વધુ સુનાવણી

Last Updated on October 30, 2018 by

માલેગાંવ બ્લાસ્ટ મામલે લેફ્ટનંટ કર્નલ પ્રસાદ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત 7 અન્ય આરોપી પર આક્ષેપો લાગી ગયા છે. તમામ પર અભિનવ ભારત સંસ્થા દ્વારા એક ઉદ્શય રાખી આતંક ફેલાવવાનું ષડયંત્ર અને 29 સપ્ટેમ્બરે ષડયંત્રને પુરુ કરવાનો આરોપ લાગ્યો છે.

સ્પેશિયલ NIA કોર્ટે કહ્યું કે આ ઘટનામાં 6 લોકોના મોત થયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેથી આવી પ્રવૃતિ એક આતંક એક્ટ હેઠળ આવે છે. આ કેસમાં આગળની ટ્રાયલ 2 નવેમ્બરથી શરૂ થશે. જો કે કોર્ટના આદેશ બાદ તમામ આરોપીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

આ કેસમાં કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત મેજર રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રાહિરકર, સુધાકર દ્રિવેદી, અને સુધાકર ચતુર્વેદીનો સમાવેશ થયો છે. આ તમામ પર UAPAની ધારા 18 આંતકી પ્રવૃતિને અંજામ આપવાનો અને 16 આતંકી પ્રવૃતિ કરવાનું ષડયંત્ર ઘડવા સહિત બ્લાસ્ટ કાનૂનની ધારાઓ લગાવવામાં આવી છે.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!