GSTV

અચાનક થઈ ફેમસ/ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી બાળકીનું નસીબ ચમકી ગયું, હોલિવૂડના આ હિરોનો મળ્યો સાથ

Last Updated on October 5, 2020 by Pravin Makwana

મુંબઈના સ્લમ વિસ્તારમાં રહેતી મલિશા ખારવા હાલ હોલિવૂડના એક્ટર રોબર્ટ હોફમેનને લઈને ખૂબ ચર્ચામાં આવી છે. મલિશાના ઈંસ્ટાગ્રામ પર ફોલોવર્સ ખૂબ વધી રહ્યા છે. જેનું કારણ દ સ્ટ્રીટ્સ એક્ટર રોબર્ટ હોફમેન છે. હકીકતમાં રોબર્ટ હોફમેન પોતાના મ્યૂઝિક વીડિયોને લઈને ભારતમાં ફેબ્રુઆરીમાં આવ્યા હતા.

આ દરમિયાન તેમની મુલાકાત મલિશા સાથ થઈ હતી. મલિશા એક સફળ મોડલ બનવા માગે છે. જેમાં એક્ટર પણ તેનો સાથ આપી રહ્યા છે. મલિશા અને રોબર્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે. એક વીડિયોમાં મલિશા રોબર્ટને હિન્દી શિખવી રહી છે.

વીડિયોમાં મલિશા રોબર્ટને હિન્દી શિખવતી વખતે કહી રહી છે. મેરા ફોન ખરાબ હો ગયા. રોબર્ટ પણ તૂટેલુ ફૂટેલુ હિન્દી સાંભળીને ત્યાં બેસી જાય છે. મલિશાના અત્યાર સુધીમાં ઈંસ્ટાગ્રામ પર 21 હજારથી પણ વધારે ફોલોવર્સ થઈ ચુક્યા છે. હવે તો મલિશા પોતાના સ્ટાઈલિશ વીડિયો ફોટો શેર કરે છે. જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં જ મલિશાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં દેખાય છે કે ,તે પોતાની જીંદગી કઈ રીતે જીવી રહી છે. વીડિયોમાં તે પોતાના ઘર અને સુવાની જગ્યા બતાવે છે. મલિશાના આ વીડિયો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / હેરોન ડ્રોનથી હેરાન થઈ જશે ડ્રેગન, નવા ફીચર્સ અને હથિયારો સાથે તે દુશ્મનો માટે બન્યું વધુ ઘાતક

Zainul Ansari

પાછા ઘરે જવાના મૂડમાં નથી રાકેશ ટિકૈત: ખેડૂત આંદોલન વિશે કહી આ વાત, સરકાર સામે રાખી આ માગ

Zainul Ansari

અતૂટ દોસ્તી / ભારતનો સાચો મિત્ર છે રશિયા, દુનિયા બદલાઈ પણ દોસ્તી એવીને એવી જ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!