GSTV

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Last Updated on August 4, 2021 by Harshad Patel

વણજોઈતી પ્રેગ્નન્સીને રોકવા માટે મહિલાઓ પાસે કેટલાય વિકલ્પ છે પરંતુ પુરુષ ફક્ત કન્ડોમ કે પછી નસબંધીનો જ સહારો લઈ શકે છે. જો કે વૈજ્ઞાનિકોએ એક નવું સંશોધન કર્યું છે જેના દ્વારા પુરુષ પણ હવે સરળતાથી બર્થ કન્ટ્રોલ કરી શકશે. ચીનના વૈજ્ઞાનિકોએ પુરુષો માટે એક એવી ગર્ભનિરોધક પ્રકાર શોધ્યો છે જે સુરક્ષિત અને ટકાઉ બતાવાઈ રહ્યો છે. અમેરિકાના વૈજ્ઞાનિક પત્રિકા નૈનો લેટર્સમાં વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે કે રિવર્સિબલ ચુંબકીય બાયોડિગ્રેડેબલ નેનો મટિરિયલ્સ વિકસિત કરવામાં આવ્યા છે. આ ઓછામાં ઓછા 30 દિવસ સુધી ગર્ભનિરોધકનું કામ કરે છે. ઉંદર પર તેનું સફળ પરિક્ષણ કરવામાં આવી ચૂક્યું છે.

બર્થ કન્ટ્રોલના રૂપમાં ઈંજેક્શન રૂપે ઉંદરડાને આપવામાં આવ્યું

વૈજ્ઞાનિકો અનુસાર ઉચ્ચ તાપમાન પર સ્પર્મનું પ્રોડક્શન નથી થઈ શકતું. એટલા માટે આ પ્રયોગ નર ઉંદરડાની બહારની સ્કિન પર કરવામાં આવ્યો. આ પહેલાની તમામ શોધ ઊંચા તાપમાન પર નૈનો મેટેરિયલ્સ પર કરવામાં આવ્યું હતું. જેને બર્થ કન્ટ્રોલના રૂપમાં ઈંજેક્શન રૂપે ઉંદરડાને આપવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા ખૂબજ દર્દનાક હતી અને તેનાથી સ્કિનને ખૂબજ નુકસાન થયું હતું. આ નૈનો મટીરિયલ્સ બાયોડિગ્રેડેબલ પણ નહોતા. અર્થાત્ એ પ્રાકૃતિક રૂપથી નષ્ટ થનાર નહોતા.

સાઈટ્રિક એસિડની તુલનામાં એને સરળતાથી તોડી મરોડી શકાતા નથી

નવી શોધમાં વૈજ્ઞાનિકોએ એક સુંદર ટેકનિકનો ઉપયોગ કર્યો છે. સંશોધકોએ બાયોડિગ્રેડેબલ આયર્ન ઓક્સાઈડ નૈનો પાર્ટિકલ્સના બે રૂપનું પરિક્ષણ કર્યું. એને ચૂંબક સાથે લગાવીને ગરમ કરી શકાય છે. એક નૈનો પાર્ટિકલ પર પોલિઈથાઈલીન ગ્લાઈકોલ અને બીજા પર સાઈટ્રિક એસિડની લેપ લગાવવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ જોયું કે પોલિઈથાઈલિન ગ્લાઈકોલ નૈનો પાર્ટિકલને ઉંચા તાપમાન પર ગરમ કરી શકાય છે. પરંતુ સાઈટ્રિક એસિડની તુલનામાં એને સરળતાથી તોડી મરોડી શકાતા નથી. માણસો પર કોઈ પણ પ્રકારના ટ્રાયલ પહેલા પશુઓ પર તેનો ટ્રાયલ કરવો જરૂરી હોય છે.

નેનો પાર્ટિકલ્સ પર 15 મિનિટ માટે વૈકલ્પિક ચુંબક લગાવવામાં આવ્યું

પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ બે દિવસ સુધી ઊંદરને સાઈટ્રિક એસિડ લેપિત નૈનો પાર્ટિકલ્સના ઈંજેક્શન કેટલીય વાર આપ્યા. એ પછી ચુંબક સાથે એનો પ્રયોગ કર્યો. ટેસ્ટ કર્યા પછી તમામ નેનો પાર્ટિકલ્સ પર 15 મિનિટ માટે વૈકલ્પિક ચુંબક લગાવવામાં આવ્યું. આ પછીથી સંશોધકોએ એને 104 ડિગ્રી ફેરનહેટ તાપમાન સુધી ગરમ કર્યું.

ઉંદરના શુક્રાણુજનન લગભગ 30 દિવસ સુધી સંકોચાઈ ગયા

સંશોધકોએ જોયું કે આ પ્રયોગમાં ઉંદરના શુક્રાણુજનન લગભગ 30 દિવસ સુધી સંકોચાઈ ગયા હતા. તે પછી ધીરે ધીરે તેના સ્પર્મ પ્રોડક્શનમાં સુધાર આવવા લાગ્યો. આ પ્રયોગના સાત દિવસથી માદા ઉંદરમાં પ્રેગ્નન્સી રોકાઈ ગઈ હતી. સંશોધકોએ જોયું કે 60મા દિવસથી આ માદા ઉંદરોની પ્રેગ્નન્સી ક્ષમતા પરત આવવા લાગી.

નવો પ્રયોગ પુરુષો માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નૈનો પાર્ટિકલ્સ કોશિકાઓ માટે હાનિકારક નથી અને તેને સરળતાથી શરીરની બહાર નીકાળી શકાય છે. સંશોધકોએ આ પ્રયોગથી ખૂબ જ આશા રાખી રહ્યા છે. વૈજ્ઞાનિકો પુરુષો માટે વિવિધ પ્રકારના કોન્ટ્રાસેપ્ટિવ પર પહેલેથી કામ કરી રહ્યા છે. એવામાં આ નવો પ્રયોગ પુરુષો માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ફેમિલી પ્લાનિંગ કરનારાઓ માટે આ નવો કોન્ટ્રાસેપ્ટિવ ખૂબજ કારગર સાબિત થઈ શકે

ખાસ કરીને ફેમિલી પ્લાનિંગ કરનારાઓ માટે આ નવો કોન્ટ્રાસેપ્ટિવ ખૂબજ કારગર સાબિત થઈ શકે છે. કારણ કે એની ડિઝાઈન એ પ્રકારે કરવામાં આવી રહી છે જેની અસર કેટલાક દિવસો પછી આપોઆપ ખતમ થઈ જશે. આ સિવાય બાયોડિગ્રેડેબલના કારણે તે આપોઆપ નષ્ટ પણ થઈ જાશે. બર્થ કંટ્રોલ માટે તેને બસ એક અથવા બે મહિને હિટ કરવાની જરૂર હશે. લાંબા સમય સુધી તેની અસર ના રહેવાના કારણે કપલ્સ પોતાની સુવિધા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!