વિશ્વના તમામ લોકો માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનું મોટું કારણ છે. જેના પગલે પૃથ્વી પર જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. ક્યારેક અતિવૃષ્ટિ, દુષ્કાળ અને ક્યારેક પૂર જેવી અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાતી હોય છે. આપણે શક્ય તેટલી વહેલી તકે આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ શોધવો પડશે નહીં તો આપણે જ આપણી બરબાદીને આંખો સામે જોવા માટે મજબૂર હોઈશું.

ઝડપથી ઓગળતા ગ્લેશિયરો છે ચિંતાનું કારણ
ગ્લોબલ વોર્મિંગના કારણે બંને ધ્રુવો પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને દરિયાઈ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં આ સમસ્યામાં વધારો થયો તો કેટલાય સુંદર ટાપુઓ અને દરિયા કિનારાના શહેરો સમુદ્રમાં ગરકાવ થઈ જશે. સમુદ્રી શોભા નાશ પામશે. ઘણા વર્ષો પહેલા અમેરિકન વૈજ્ઞાનિક બેનો ગુટેનબર્ગે તેમના સંશોધન દ્વારા કહ્યું હતું કે સમુદ્રનું પાણી વધી રહ્યું છે, તો નેવુંના દાયકામાં નાસા (NASA)એ પણ આ વાતને સ્વીકારી હતી.
શું માલદીવ ભવિષ્યમાં ડૂબી જશે?
જો સમુદ્રી પાણીમાં વધારો થશે તો ભવિષ્યમાં ભારતીય દરિયાકિનારાના શહેરોમાં પણ મુશ્કેલી વધશે. હિંદ મહાસાગરની મધ્યે આવેલો નાનકડો દેશ માલદીવ પ્રવાસીઓ માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. અહીંના બીચ વિલા દુનિયાભરમાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ગ્લોબલ વોર્મિંગને પગલે માલદીવમાં પણ મુશ્કેલી વધશે. માલદીવ ભારતના લોકો માટે પણ સૌથી પ્રિય પ્રવાસન સ્થળ છે. પરંતુ શું ભવિષ્યમાં આ સુંદરતા અદૃશ્ય થઈ જશે?

માલદીવ પર ગ્લોબલ વોર્મિંગનો ખતરો
હિંદ મહાસાગરનું ગૌરવ કહેવાતા આ ટાપુ રાષ્ટ્ર ગ્લોબલ વોર્મિંગના ખતરામાં છે. વિશ્વ બેંક સહિત અનેક સંસ્થાઓને આશંકા છે કે માલદીવની આસપાસ સમુદ્રના પાણીમાં વધારો થવાને કારણે વર્ષ 2100 સુધીમાં ટાપુઓથી બનેલો આ દેશ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે.
આટલી મોટી વસ્તીનું શું થશે?
ભારતના દક્ષિણમાં સ્થાયી થયેલા આ દેશની વસ્તી સાડા પાંચ લાખથી થોડી ઓછી છે. જ્યારે આ સમસ્યા ઊભી થશે ત્યારે આટલી મોટી વસ્તી માટે નવો દેશ કેવી રીતે મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ