GSTV
Home » News » સરકાર થશે સામાન્ય માણસ પર ફિદા, જે નિર્ણય લેવા જઈ રહી છે તેનાથી 6 કરોડ લોકો થશે માલામાલ

સરકાર થશે સામાન્ય માણસ પર ફિદા, જે નિર્ણય લેવા જઈ રહી છે તેનાથી 6 કરોડ લોકો થશે માલામાલ

મોદી સરકારે લોકસભા ચૂંટણીની તૈયારી હવે હતી એના કરતા પણ મજબુત બનાવી છે. કેન્દ્ર સરકાર ખૂબ જ ઝડપથી સામાન્ય માણસને પણ ભેટ આપવા જઈ રહી છે. સરકારના આ નિર્ણયની સીધી અસર નોકરી કરતા લોકો માટે રીટાયરમેન્ટ પર મળતા પીએફ ફંડ પર પડશે.

અહેવાલોનું માનવામાં આવે તો મોદી સરકાર કર્મચારીનાં ભવિષ્ય નિધિનાં વ્યાજ દરમાં વધારો કરવાની તૈયારીમાં છે. આ કિસ્સામાં જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) કોઈ મોટો નિર્ણય લેશે. ઇપીએફઓના વ્યાજ દરમાં જો પરિવર્તન થાય તો તેની સીધી અસર 6 કરોડ ખાતાધારકો પર પડશે. હાલમાં ઇપીએફઓનું વ્યાજ દર 8.55 ટકા છે. ઇપીએફઓના વ્યાજ દરમાં ફેરફાર કરવા માટે રીવ્યુ કમિટિ પણ બનાવવામાં આવી હતી, જેના પછી હવે આ નિર્ણય લેવામાં આવશે.

ઇપીએફઓના વ્યાજ દર વધારવા સાથે ખાતાધારકોને આ વિકલ્પ પણ આપવામાં આવે છે કે જેનાથી તે પોતે નક્કી કરી શકે છે કે જમા થતી રકમમાંથા કેટલા શેર બજારમાં જમા કરવા છે. ઇ.પી.એફ.ઓ.એ તેના માટે એક એવું સોફ્ટવેર વિકસિત કર્યું છે જે પીએફમાં કેશ અને ઇટીએફનાં ભાગોને અલગ અલગ બતાવશે. અતેયારે હાલમાં ખાતામાં ફક્ત બચત જ દેખાય છે. તેમાં ફેરફાર કરવાની શક્યતા છે.

READ ALSO

Related posts

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur

અભિનેત્રી પાયલ રોહતગીની કરાઈ ધરપકડ, મોતીલાલ નહેરુ પર વિવાદીત વિડિયો બનાવવાનો આરોપ..

pratik shah

Bigg Boss 13: હોસ્પિટલમાં દાખલ છે સિદ્ધાર્થ શુક્લા, ખરાબ તબિયતનાં પગલે થઈ આવી હાલત…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!