GSTV
Gujarat Government Advertisement

માલદીવે ભારતને આપ્યો ઝટકો, ભારતે ભેટમાં આપેલા વાયુસેનાના બે હેલિકોપ્ટરને પરત લઈ જવા કહ્યું

Last Updated on April 4, 2018 by Karan

માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ બાદ માલદીવે ભારતને ઝટકો આપ્યો છે. માલદીવે ભારત સરકાર દ્વારા ભેટમાં મળેલા વાયુસેનાના બે હેલિકોપ્ટરને પરત લઈ જવા જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે માલદીવની સરકાર મંથન કરી રહી છે. માલદીવ ભારતના ધ્રૂવ એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરના બદલે ડોર્નિયર મેરિટાઈમ સર્વિલન્સ એરક્રાફટ ઈચ્છી રહ્યું છે. માલદીવ જે હેલિકોપ્ટરને ભારતને પરત લઈ જવાનુ જણાવી રહ્યું છે એ હેલિકોપ્ટર અદ્દૂ ટાપુ પર તૈનાત કરવામાં આવ્યું છે.

આ ઘટના બાદ ભારત અને માલદીવ વચ્ચે ડિફેન્સ અને સુરક્ષા નીતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. માલદીવનું નિવેદન ત્યારે સામે આવ્યુ છે જ્યારે ચીન માલદીવમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવાની રણનીતિ ઘડી રહ્યું છે.

માલદીવ દ્વારા બે વર્ષના વપરાશ બાદ ભારત દ્વારા ભેંટમાં આપવામાં આવેલા હેલિકોપ્ટરને પોતાની જરૂરિયાત મુજબનું નહીં ગણાવીને પાછું આપવાની વાત કહેવામાં આવી છે. એપ્રિલ-2016માં આપવામં આવેલા ભારતીય હેલિકોપ્ટર અદૂ ટાપુ પર કાર્યવાહી કરે છે. આ ઘટનાને કારણે ભારત અને માલદીવ વચ્ચેના સંરક્ષણ અને સુરક્ષા સહયોગ મામલે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. માલદીવ ભારત માટે રણનીતિક દ્ર,ટિએ બેહદ મહત્વપૂર્ણ છે. રાજકીય અસ્થિરતા વચ્ચે માલદીવ ખાતે ચીન કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મદદ કરીને પોતાની દખલગીરી વધારી રહ્યું છે.

તો રવિવારે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ માલદીવની મુલાકાત લીધી હતી. માલદીવ અને પાકિસ્તાન વચ્ચે માલદીવના એક્સ્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં સંયુક્ત પેટ્રોલિંગ મામલે વાટાઘાટો પણ થઈ છે. 1190 ટાપુઓના દેશ માલદીવમાં કટોકટી સમાપ્ત થયા બાદ તેની મુલાકાત લેનારા પહેલા વિદેશી મહેમાન જનરલ બાજવા હતા. ભારત સરકારના સૂત્રનું કહેવું છે કે ભારત આવા પ્રકારના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે યામિન સરકારના સૂત્ર જણાવી રહ્યા છે કે અદૂ માટે એએલએચનો લેટર ઓફ એક્સચેન્જ એક્સપાયર થઈ ગયો છે. જો કે એલઓઈ દર વર્ષે રીન્યૂ થઈ જાય છે. પરંતુ આવું પહેલીવાર થયું છે કે જ્યારે માલદીવે આને રીન્યૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ખાનગી શાળાઓ શિક્ષણ ફીમાં વાલીઓને 50 ટકા રાહત નહીં આપે તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ

Pravin Makwana

મજબૂરીમાં મોત વ્હાલુ કર્યું: દેવું વધી જતાં અમદાવાદના યુવકે વીડિયો બનાવીને કર્યો આપઘાત

Pravin Makwana

આબૂ રોડ: રેલ્વે કામદારની હત્યાના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી, સીસીટીવી ફૂટેજ તપાસતા ભાંડો ફૂટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!