GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મિલાન યુદ્ધ અભ્યાસમાં સામેલ થવા માલદીવનો નનૈયો, ચીનના પ્રભાવની અસર

ભારતીય નૌસેનાના પ્રમુખ એડિમિરલ સુનીલ લાંબાએ દિલ્હીમાં કહ્યું કે માલદીવને મિલાન યુદ્ધ અભ્યાસમાં સામિલ થવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ માલદીવે ભારતના નિમંત્રણનો અસ્વિકાર કર્યો. આ યુદ્ધ અભ્યાસ 6 માર્ચથી 13 માર્ચ સુધી થવાનો છે. જેને સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ગણાવમાં આવી રહ્યો છે. એડિમિરલ લાંબાએ વધુમાં કહ્યું કે હિંદ મહાસાગરમાં ચીનની તમામ ગતિવિધિઓ ઉપર ભારત બાજ નજર રાખી રહ્યું છે. હિંદ મહાસાગરની રક્ષા માટે ભારતીય નૌસેનાના 8 થી 10 જહાજ તૈનાત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન માલદીવમાં મોટુ વૈધશાળા સ્ટેશનનું નિર્માણ કરવાની કોશિશ કરી રહ્યું છે. ચીન આ સ્ટેશનની સ્થાપના કરવામાં સફળ થશે તો ભારતની મુશ્કેલી વધી શકે છે. માલદીવના વિપક્ષના નેતાનો દાવો છે કે ચીન માલદીવમાં સબમરીની સ્ટેશન પણ બનાવી શકે છે. માલદીવમા ચીન મકુનૂથૂમાં વેધશાળા બનાવવાની કોશિશ કરી કહ્યું છે. તે મકુનૂથૂ ભારતથી વધારે દૂર નથી. ચીન માલદીવમાં વેધશાળા સ્થાપિત કરશે તો ચીનને હિંદ મહાસાગરમાં મહત્વનો અડ્ડો પ્રાપ્ત થશે. જેથી ચીન હિંદ મહાસાગરમાં વ્યાપાર અને સૈન્ય તાકાતને વધારે મજબૂતાઈથી આગળ વધારાની તમામ કોશિશ કરશે.

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!