GSTV
Home » News » કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

દેશનાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા પછી પાડોશી દેશ પાકિસ્તાન બોખલાયું છે. તે આ મામલે વિશ્વનાં અનેક દેશો સહિત UN માં મુદ્દો ઉઠાવી રહ્યો છે. અને દરેક ક્ષેત્રે તેને ધોબીપછાડ મળી રહી છે. ત્યારબાદથી પાકિસ્તાન રઘવાયું અને બોખલાયેલું છે.

જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા પછી પાડોશી દેશ પાકિસ્તાન બોખલાયું

માલદિવે આપ્યો આ જવાબ

તે વિશ્વના જુદા જુદા દેશોની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યો છે, પરંતુ દરેક જગ્યાએ તેનો પરાજય થઈ રહ્યો છે. ત્યારે તેને અન્ય દેશે પણ આંચકો આપ્યો છે.

તે દેશ છે માલદીવ્સ. માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન અબ્દુલ્લા શાહિદે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાનો નિર્ણય ભારતનો આંતરિક નિર્ણય છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન અને ભારત બંને માલદીવના ગાઢ મિત્રો અને દ્વિપક્ષીય ભાગીદાર છે. તેમણે શાંતિપૂર્ણ માધ્યમથી મતભેદોના સમાધાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

READ ALSO

Related posts

દેશમાં રોજગારીની કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે

Kaushik Bavishi

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!