GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

માલદીવનો ભારતને વધુ એક આંચકો, પાકિસ્તાન સાથે કરી પાવર ડીલ

માલદીવમાં રાજકીય સંકટ બાદ ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક પડકારોમાં વધારો થઈ રહ્યો છે. ગત મહિને વર્ક પરમિટ અને ભેંટમાં આપવામાં આવેલા હેલિકોપ્ટરને પાછું આપીને ભારતને આંચકો આપ્યો છે. તાજેતરમાં માલદીવે પાકિસ્તાન સાથે કરાર કરીને ભારત માટે વધુ એક અસહજ સ્થિતિ પેદા કરી છે.

માલદીવે પાકિસ્તાન સાથે પાવર સેક્ટરમાં મજબૂત ક્ષમતાવાળા બિલ્ડિંગના નિર્માણ માટેનો કરાર કર્યો છે. માલદીવની સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કંપની સ્ટેલકોના પ્રતિનિધિઓએ ગત સપ્તાહે પાકિસ્તાન જઈને એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. માલદીવે ભારતીયોને વર્ક પરમિટ આપવાનું બંધ કર્યું છે અને ભારતના સહયોગથી થનારા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં ઈરાદાપૂર્વકનો વિલંબ થઈ રહ્યો છે.

ત્યારે પાકિસ્તાન સાથેનો માલદીવનોકરાર ભારત માટે વધુ એક ચિંતાનું કારણ છે. માલદીવમાં ભારતના સહયોગથી એક પોલીસ એકેડમીનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ આમા ઈરાદાપૂર્વક માલદીવ દ્વારા વિલંબ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે માલદીવના રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામીન દેશમાં રાજકીય સંકટ બાદ ભારતથી અંતર રાખી રહ્યા છે. માલદીવની ચીન અને પાકિસ્તાન સાથેની ઘનિષ્ઠતા ભારત માટે નવા વ્યૂહાત્મક પડકારોનું કારણ બની શકે તેવી સંભાવનાઓ આકાર લઈ રહી હોવાનું માનવામાં આવે છે.

Related posts

પ્રરપ્રાંતિય મજૂરોની ઘર વાપસી કરાવશે અમિતાભ બચ્ચન, કરી આટલી બસોની વ્યવસ્થા

Bansari

કોરોના લડાઈ : રસી સંશોધનોમાં લાગ્યા દેશના 30 સમૂહ, હાલમાં ફક્ત પ્રયોગો પણ લાંબો ચાલશે રોગ

Harshad Patel

‘અમારે કોઇ મધ્યસ્થીની જરૂર નથી’સરહદી વિવાદ મુદ્દે ટ્રમ્પની મધ્યસ્થતાની ઑફર ભારતે ફગાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!