GSTV
Home » News » ચીનનો માલદીવના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પર પલટવાર, કહ્યું-અમે કોઇ જમીન હડપ નથી કરી રહ્યા

ચીનનો માલદીવના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પર પલટવાર, કહ્યું-અમે કોઇ જમીન હડપ નથી કરી રહ્યા

માલદીવના રાજકીય સંકટનો ચીન દ્વારા લાભ ઉઠાવવાની શક્યતા વ્યક્ત કરીને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નશીદે ભારતને સૈન્ય હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી. ચીને નશીદ પર પલટવાર કરતા કહ્યુ છે કે તેઓ કોઈની જમીન હડપવાનું કામ કરી રહ્યા નથી અને આરોપો હાસ્યાસ્પદ છે. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકામાં નિરાશ્રિત તરીકે રહેતા માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નશીદે કહ્યુ હતુ કે ચીન આખા ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની રહ્યુ છે.

ચીને માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદના આરોપોને રદિયો આપ્યો છે. નશીદનો આરોપ હતો કે બીજિંગ માલદીવમાં જમીન હડપવાની કોશિશમાં લાગેલું છે. ચીને કહ્યું છે કે નશીદ તરફથી લગાવવામાં આવેલા આરોપો હાસ્યાસ્પદ અને મનઘડંત છે.

શ્રીલંકામાં નિરાશ્રિત તરીકે રહેતા નશીદે કોલંબોમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે ચીન જમીન હડપી રહ્યું છે અને માત્ર માલદીવને ધમકાવી રહ્યું નથી, પણ આખા વિસ્તારની શાંતિ અને સ્થિરતા માટે પણ ખતરો બની રહ્યું છે.

નશીદે ચીનને ટાંકતા કહ્યુ હતુ કે મોટી અને ઉભરતી શક્તિ માલદીવને ખરીદવામાં વ્યસ્ત છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ક્હ્યુ છે કે ગત મહીને નશીદના નિવેદન પર મે ટીપ્પણી કરી હતી. તેમના તાજેતરના નિવેદનમાં કંઈ નવું નથી. ગેંગ શુઆંગે કહ્યુ છે કે નશીદના આરોપો હાસ્યાસ્પદ અને મનઘડંત વાતો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે હું નશીદને યાદ અપાવવા માંગુ છું કે ચીન અને માલદીવનો સહયોગ બંને દેશો માટે ફાયદાકારક છે અથવા નહીં, આનો નિર્ણય બંને દેશના લોકોના આખરી વિશ્લેષણ દ્વારા કરવામાં આવશે તથા કોઈ એકતરફી કહાનીથી આને નબળો પડવા દેવાશે નહીં.

ગેંગ શુઆંગે નશીદના આરોપ પર પુછવામાં આવેલા સવાલના જવાબ વખતે આકરી ટીપ્પણી કરી હતી. નશીદનો આરોપ હતો કે ચીન જમીન પર કબજો કરી રહ્યું છે. ચીને વધુ ચાર કરોડ ડોલરના રોકાણની યોજના સાથે માલદીવના 17થી વધુ ટાપુઓ પર અધિકાર સ્થાપિત કરી લીધો છે.

Related posts

સિડનીમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવનારની તપાસ કરવામાં આવી, કરોડો ડોલરના ડ્રગનો થયો પર્દાફાશ

Dharika Jansari

સિંગાપોરમાંથી 300 હાથીઓના આશરે નવ ટન હાથીદાંત ઝડપાયા

Mayur

બોરિસ જોન્સન બ્રિટનના નવા વડા પ્રધાન બ્રેક્ઝિટને વાસ્તવિક બનાવવા મક્કમ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!