ભારતનાં પ્રધાનમંત્રી માલદીવની મુલાકાતે છે. અહીં તેમને રાષ્ટ્રપતિ દ્વારા માલદીવનાં સૌથી મોટા નાગરિક સન્માન “નિશાન ઈઝ્ઝુદ્દીન” (Nishan Izzuddeen)થી સન્માનિત કરાયા છે. આ વાતની જાણકારી માલદીવનાં વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ટ્વીટના માધ્યમથી આપી હતી. આની પહેલાં પણ પીએમ મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરાયા છે. ચાલો જાણીએ અત્યાર સુધીમા પીએમ મોદીને કયા કયાં સન્માન મળ્યા છે.

કોને અપાય છે “નિશાન ઈઝ્ઝુદ્દીન”
આ સન્માન ગણમાન્ય વિદેશી વ્યક્તિઓને આપવામાં આવે છે. આ માલદીવનું સૌથી મોટું સન્માન માનવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, પીએમ મોદી માલદીવનાં એક દિવસની મુલાકાતે છે. બીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે.

સેંટ એન્ડ્રયૂ એવોર્ડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન “સેંટ એન્ડ્રયૂ” એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેની મંજૂરી રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપી હતી. આ સન્માન તેમને ભારત અને રશિયાના સબંધોને મજબૂત અને વિશેષ રણનીતિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અપાયુ છે.

ઝાયેદ મેડલ
4 એપ્રિલે સંયુક્ત અરબ અમીરાતે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઝાયેદ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. UAEના ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને કહ્યુ હતુકે, ભારતની સથે અમારા ઐતિહાસિક અને વ્યાપક રણનીતિક સંબંધ છે, જે મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ ભૂમિકાને કારણે મજબૂત થઈ છે. જેમણે આ સંબંધોને પ્રોત્સિત કર્યા છે. તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે UAEના રાષ્ટ્રપતિએ તેમને ઝાયદ મેડલથી સન્માનિત કર્યા હતા.

સિયોલ શાંતિ પુરસ્કાર
દક્ષિણ કોરિયાએ સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેઓ આ સન્માન મેળવનારા પહેલા ભારતીય અને દુનિયાનાં 14માં વ્યક્તિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સિયોલ પુરસ્કાર સમિતિએ ભારતીય અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસમાં તેમના યોગદાનને માન્યતા આપતાં પૈસાદાર અને ગરીબોની વચ્ચે સામાજીક અને આર્થિક વિષમતાને ઘટાડવા માટે તેમની વિશિષ્ટ આર્થિક નીતિઓ મોદીનોમિક્સને શ્રેય આપતા અને ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ, વૈશ્વિક શાંતિ, માનવ વિકાસમાં સુધાર અને ભારતમાં લોકતંત્રને મજબૂત કરવા માટે આપવામાં આવ્યો છે.

ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડ
પર્યાવરણના ક્ષેત્રમાં ઐતિહાસિક પગલાં ભરવા માટે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ચેમ્પિયન ઓફ અર્થ”થી સન્માનિત કર્યા હતા. પીએમ મોદી સિવાય આ એવોર્ડ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈંક્રોને પણ આપવામાં આવ્યો છે. પીએમ મોદીને આ એવોર્ડ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મળ્યો હતો.

આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ
વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનની મુલાકાત કરી હતી. જ્યાં અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મોદીને અફઘાનિસ્તાનનાં સર્વોચ્ચ નાગરિક સન્માન “આમિર અમાનુલ્લાહ ખાન”થી સન્માનિત કર્યા હતા.

ગ્રાન્ડ કૉલર સન્માન
વર્ષ 2018માં પીએમ મોદીને ફિલીસ્તાનમાં “ગ્રાન્ડ કૉલર”થી સન્માનિત કરાયા હતા. આ વિદેશી મહેમાનોને આપવામાં આવતા ફિલીસ્તાનનું શ્રેષ્ઠ સન્માન છે.

ફિલિપ કોટલર પ્રેસિડેંશિયલ એવોર્ડ
જાન્યુઆરી 2019માં ફિલિપ કોટલર પ્રેસિડેંશિયલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને ઉત્કૃષ્ટ નેતૃત્વ અને ભારત પ્રત્યે નિસ્વાર્થ સેવા માટે પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેંશિયલ એવોર્ડ માટે પસંદ કરાયા હતા.

સૈશ ઓફ કિંગ અબ્દુલ અઝીઝ સન્માન
વર્ષ 2016માં પીએમ મોદીને સંયુક્ત અરબ અમીરાત(UAE)ના સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કરાયા હતા. UAEના આ ખાસ સન્માનથી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કૈમરૂન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાપાનનાં પ્રધાનમંત્રી શિંજો આબે અને ઈન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સન્માનિત કરાયા છે.
READ ALSO
- IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત
- SOGના મેડિકલ સ્ટોર પર દરોડા! પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, મોટા પ્રમાણમાં નશાકારક સીરપ ઝડપાઈ
- સુરત / ફરી એકવાર સબસીડી યુક્ત યુરિયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, એકની ધરપકડ
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી