ચીન એશિયાનાં એક પછી એક દેશને પોતાની દેવાની જાળમાં ફસાવી રહ્યું છે અને તે દેશો દેવું ચુકવવામાં અક્ષમ બને એટલે તે દેવાની ભરપાઇ માટે તેમના મહત્વનાં પ્રદેશો અને બંદરો પર નિયંત્રણ મેળવી લે છે, જેમ કે શ્રીલંકાનું હબ્બનટોટા બંદર ચીને આ રીતે જ મેળવી લીધું છે, હવે આવો જ ડર માલદિવને પણ સતાવી રહ્યો છે, આ દેશ પણ ચીનનાં અસહ્ય દેવાનાં ભાર હેઠળ દટાયો છે, એક સમાન્ય અંદાજ મુજબ માલદિવને ચીનની લોન સ્વરૂપે 3.1 અબજ ડોલર ચુકવવાનાં છે અને તેનું કુલ અર્થતંત્ર જ 4.9 અબજ ડોલરનું છે.

એક રિપોર્ટ મુજબ 2013માં માલદિવની સત્તા સંભાળનારા અબ્દુલ્લા યામીન ચીનની વધુ નજીક હતા, માલદિવની અર્થવ્યવસ્થાને વૃધ્ધી આપવા માટે તેમણે મોટા પ્રમાણમાં ચીન પાસેથી લોન લીધી હતી, ચીન સાથેની સાંઠગાંઠમાં લાગેલા પુર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત મોટાભાગનાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા, જો કે યામીન 2018માં ચુટણી હારી ગયા અને માલદિવ ડેમોક્રેટિક પાર્ટીની જીત થઇ, ઇબ્રાહિમ સોલિહ નવા રાષ્ટ્રપતિ બન્યા, ત્યાર બાદ નાશિદ બીજી વખત રાજનિતીમાં પરત ફર્યા અને સત્તામાં આવેલી સરકારે જ્યારે હિસાબ-કિતાબ જોયો તો તે આશ્ચર્યચકિત બની ગયા.

માલદિવનાં પુર્વ રાષ્ટ્રપતિ અને સ્પિકર નાશિદનાં જણાવ્યા મુજબ દેશ પર ચીનનું 3.1 અબજ ડોલરનું દેવું હતું, આ દેવું સરકાર, સરકારી કંપનીઓ ઉપરાંત ખાનગી કંપનીઓને પણ આપવામાં આવ્યું છે, જેની ગેરંટી માલદિવની સરકારે લીધી છે, નાશીદ હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે તેમનો દેશ દેવાની જાળમાં ફસાઇ ગયો છે, તેમણે કહ્યું કે કાગળ પર આ દેવું ખરેખરમાં પ્રાપ્ત રકમથી વધું છે. જો સરકારી આવકમાં ઘટાડો થયો તો 2022-23 સુધી લોન ચુકવવામાં મુશ્કેલી થશે. અને તેમણે આશંકા વ્યક્ત કરી કે જો તેમનો દેશ ડિફોલ્ટ કરે છે તો તેમની સ્થિતિ શ્રીલંકા જેવી થઇ શકે છે.
READ ALSO
- રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે
- ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
- હદ છે! સુરેન્દ્રનગરમાં GRP પોલીસના જવાને કરી મહિલાની છેડતી, બી ડીવીઝન પોલીસ કરી અટકાયત
- આર્થિક તંગીથી પરેશાન છો ? એક દીવો કરી શકે છે તમારી બધી જ સમસ્યા દૂર, આ રીતે કરો ઉપાય
- કરણ જોહરની ફિલ્મમાં વધુ એક સ્ટાર કિડ, ફતેહ રંધાવાને લોન્ચ કરવા કાર્તિક આર્યનની હકાલપટ્ટી