GSTV
Home » News » માલદીવમાં ઈમરજન્સી હટાવાઈ, ભારતે આવકાર્યો નિર્ણય

માલદીવમાં ઈમરજન્સી હટાવાઈ, ભારતે આવકાર્યો નિર્ણય

ભારતે ગુરુવારે માલદીવમાં ઈમરજન્સી હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જો કે ભારત તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓના સમાધાન થવાના હજી બાકી છે.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ક્હ્યુ છે કે ઈમરજન્સી હટાવવી માલદીવની હાલની રાજકીય સ્થિતિ સાથે જોડાયેલા મુદ્દાઓના સમાધાનની દિશામાં એક પગલું છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય સમુદાયની તરફથી વ્યક્ત કરવામાં આવેલી તમામ ચિંતાઓના સમાધાન થવાના બાકી છે.

વિદેશ મંત્રાલય દ્વારા માલદીવની સરકારને હાકલ કરવામાં આવી છે કે તેઓ રાજકીય પ્રક્રિયા અને કાયદાના શાસની વિશ્વસનીયતાને બહાલીને સુનિશ્ચિત કરે. માલદીવમાં સામાન્ય સ્થિતિને પ્રોત્સાહન આપવાના સુરક્ષા સેવાના સૂચન બાદ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામિને ગુરુવારે દેશમાં ચાલી રહેલી 45 દિવસની કટોકટીની સમાપ્તિની ઘોષણા કરી હતી.

 

 

Related posts

મોદી સરકારના આ મંત્રીએ ખાનગી બેંકોને ઝાટકી નાખી, ખાનગી બેંકો ભ્રષ્ટાચારનો ગઢ

Riyaz Parmar

નફ્ફટ પાકિસ્તાન: છેલ્લા 7 વર્ષમાં 5 હજાર વખત કર્યુ ફાયરિંગ, ગૃહ મંત્રાલયનો મોટો ખુલાસો

Riyaz Parmar

US-ચીન વચ્ચે વેપાર યુદ્ધનો અંત કે શું? જગત જમાદારે ચાઇનીઝ વસ્તુ મામલે લીધો આ નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!