GSTV
News World ટોપ સ્ટોરી

અમારો દેશ બહું નાનો ભારતનો મુકાબલો ના કરી શકીએ: મલેશિયા પીએમ મહાતિર

નાગરિક્તા સુધારા કાયદો(CAA) અને કાશ્મિર પર ભારત સરકારની ટીકા કરનારા મલેશિયાનાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદે પામ ઓઇલનો નવી દિલ્હી દ્વારા બહિષ્કાર કરવા અંગે પ્રતિક્રીયા આપી છે.

મહાતિરે કહ્યું કે પામ ઓઇલની ખરીદી પર ભારતનાં બહિષ્કારનાં નિર્ણયનાં વિરૂધ્ધ તે જવાબી કાર્યવાહી નહીં કરી શકે, મહાતિરે કહ્યું કે મલેશિયા ઘણો નાનો દેશ છે, અને તે વ્યાપારમાં ભારતનો મુકાબલો ના કરી શકે.

મલેશિયાનાં પશ્ચિમી તટ પર આવેલા રિસોર્ટ દ્વીપ લંગકાવી પર વડાપ્રધાન મહાતિરે કહ્યું કે અમે જવાબી કાર્યવાહીમાં બહું નાના છીએ, અમારે તેમાંથી નિકળવા માટે કોઇ અન્ય ઉપાય શોધવા પડશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારત ખાવા યોગ્ય પામ તેલ ખરીદનારો દુનિયાનો સૌથી મોટો દેશ છે, કાશ્મિર અને નાગરિક્તા સુધારા  કાનુન પર મહાતિરે નિવેદનો આપ્યા બાદ ભારતે ગયા મહિને મલેશિયાનાં પામ ઓઇલ આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

ગયા વર્ષે ભારતે મલેશિયાથી 4.4 મિલિયન ટન પામ ઓઇલની ખરીદી કરી, આ મલેશિયાનાં પામ ઓઇલની કુલ નિકાસનો 24 ટકા છે,ત્યાં જ મલેશિયાએ પામ ઓઇલની ખરીદી કરનારો ચીન બીજો દેશ છે.

ચીને ગયા વર્ષે મલેશિયાથી 2.4 મિલિયન ટન પામ ઓઇલની ખરીદદારી કરી જ્યારે પાકિસ્તાન આ ઓઇલ ખરીદનારો ત્રીજો મોટો દેશ છે.

મલેશિયાની પામ ઓઇલ કાઉન્સિલનાં એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને ગયા વર્ષે 1.08 મિલિયન ટન પામ ઓઇલની ખરીદી કરી હતી.

બંને દેશ વચ્ચેનાં વ્યાપારીક સંબંધોની વાત કરીએ  તો મલેશિયાથી નિકાસ થનારી  કુલ વસ્તુઓનો ભારત સાતમું સૌથી મોટું બજાર છે.જ્યારે ભારતીય વસ્તુંઓ ની કુલ નિકાસમાં મલેશિયા 17માં સ્થાને છે.

અત્રે ઉલ્લેખનિય છે કે મહાતિરે ભારતનાં નવા નાગરિક્તા કાયદાની ટીકા કરી હતી અને ભારત પર કાશ્મિર પરનાં કબજાનો આરોપ લગાવ્યો હતો, વિવાદિત ધર્મ ઉપદેશક અને ભાગેડું જાકીર નાઇકને મલેશિયાએ છેલ્લા ત્રણ વર્ષથી રાજકીય શરણ આપી છે.  

Read Also

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV