GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મલેશિયાના પીએમે મોદી સરકારની ખોલી દીધી પોલ, કર્યો મોટો ખુલાસો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ધર્મગુરૂ જાકિર નાયકના પ્રત્યાર્પણ માટે વાતચીત કરી નથી. જે અંગેનો દાવો ખુદ મલેશિયાના પીએમ મહાથિર મોહમ્મદે કર્યો છે. તેમણે કહ્યુ કે, દુનિયાના અનેક દેશ નાયકને આશરો આપવા માગતા નથી. મે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પરંતુ જાકિર નાયકના પ્રત્યાર્પણ માટે કોઈપણ પ્રકારની ચર્ચા કરવાં આવી નથી.

જાકિર મલેશિયાનો નાગરિક નથી. જેથી તેને કોઈપણ પ્રકારની રાજકીય અને દેશ અંગે ટિપ્પણી કરવાનો અધિકાર નથી. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ રશિયાના પ્રવાસ દરમ્યાન મહાથિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. અને પીએમ મોદીએ જાકિર નાયકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મલેશિયાના ગૃહમંત્રીએ કહ્યું, કાયદાથી ઉપર કોઈ નથી

આ પહેલા મલેશિયાના ગૃહમંત્રી મુહીદ્દીન યાસિને કહ્યું હતું કે, આ દેશમાં કાયદાથી ઉપરવટ કોઈ નથી. ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈક પણ નહીં. હાલમાં જ મલેશિયાની સરકારે નાઈક પર કોઈ પણ જાતિ પર કે રાજનીતિના કાર્યક્રમમાં સામેલ થઈ ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે પણ સંકેત આપ્યો હતો કે, જો તે કોઈ ગેરકાનૂની કામમાં સંડોવણી થતા જોવા મળે તો તેના સ્થાનિય નિવાસનો દરજ્જો પણ પરત લઈ લેવામાં આવે.

નાઈક પર શું છે આરોપ ?

ભારતના ભગોડા તરીકે ઓળખાતા મલેશિયાના જાકિર નાઈક પર હિંદુઓ અને ચીનના લોકોની ભાવનાઓને ઠોકર પહોંચાડવાનો આરોપ છે. નાઈકે એક ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, મલેશિયામાં હિંદુઓને ભારતના મુસ્લિમોની સરખામણીએ 100 ગણા વધારે અધિકારો પ્રાપ્ત થયા છે. ત્યાં નાઈક પર 193.06 કરોડ રૂપિયાનો મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. ધરપકડની બીકે નાઈક 2016માં મલેશિયા ભાગી ગયો હતો. નાઈક વિરૂદ્ધ 2016માં એન્ટી ટેરર લો નીચે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જૂન 2017માં કોર્ટે નાઈકને ગુનેગાર ઠેરવ્યો હતો.

READ ALSO

Related posts

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

Mansi Patel

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 72 કલાકમાં આ સ્થળોએ બદલાશે હવામાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!