GSTV

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન નજીબ રઝાકની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરાઈ

Last Updated on July 23, 2019 by Alap Ramani

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન નજીબ રઝાકની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવામાં આવી છે. મલેશિયાના ભ્રષ્ટાચાર વિરોધી આયોગે તેમના નિવેદનમાં જણાવ્યું કે નજીબ રઝાકની વન એમડીબીની પૂર્વ સંસ્થા એસઆરસી ઇન્ટરનેશનલ સાથે જોડાયેલી તપાસ મુદ્દે તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી.

અધિકારીઓએ જણાવ્યું કે નજીબ પર વર્ષ 2009માં તેમના દ્વારા સ્થાપિત ભંડોળમાંથી 70 કરોડ ડોલરની કટકી કરવાનો આરોપ છે. એમએસીસીએ જણાવ્યું કે નજીબને બુધવારે કુઆલાલમ્પુરની અદાલતમાં રજૂ કરવામાં આવશે. મે મહિનામાં વડાપ્રધાન મહાથીર મોહમ્મદની સામે હારનો સામનો કર્યા બાદથી જ નજીબ વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. જોકે નજીબ રઝાકે કોઇ પણ પ્રકારનો ગોટાળો આચર્યો હોવાનો ઇન્કાર કર્યો છે. તાજેતરમાં તેમણે જણાવ્યું હતું કે તેની સંપત્તિઓ પર દરોડા દરમ્યાન પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ઘરેણાઓ અને અન્ય માલસામાનની કિંમત ઘણી વધારીને રજૂ કરવામાં આવી છે.

Related posts

દારૂબંધીની વાતો સાવ પોકળ, 28 લાખના 550 પેટી વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

pratik shah

1800ના પે ગ્રેડ વધારા મામલે પોલીસ કોન્સ્ટેબલ ગાંધીનગરના વિધાનસભાના દાદરા પર જ ધરણા પર બેઠો, પોલીસ થઈ દોડતી

pratik shah

વિવાદાસ્પદ / આ છે પાકિસ્તાની કપ્તાનનો વાસ્તવિક ચહેરો, કુરાન પર હાથ રાખીને પ્રેમિકાએ કર્યો ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!