મલાઇકા અરોરા અને અરબાઝ ખાન એક સમયે બોલિવૂડનું શ્રેષ્ઠ કપલ મનાતું હતું. બંનેએ બોલિવૂડમાં કમાલ કરેલી છે. અને બંને ખૂબ જ લોકપ્રિય પણ છે. આ કપલને પણ એવી જ લોકપ્રિયતા સાંપડી હતી. જોકે 2016માં બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. આમ છતાં બંને આજે ય સારા મિત્રો છે અને બંને સાથે મળીને જ તેમના પુત્ર અરહાન ખાનની દેખરેખ રાખી રહ્યા છે. મલાઇકા અને અરબાઝની જીંદગી હવે આગળ ધપી ગઈ છે. એક તરફ એક્ટ્રેસ મલાઇકા આજકાલ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે તો અરબાઝ ખાન જ્યોર્જિયાને ડેટિંગ કરી રહ્યો છે.
મલાઇકાએ શું રહસ્ય બહાર પાડ્યું
કોફી વિથ કરણ શોમાં કરણ જોહર સામે મલાઇકાએ એક કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે હું પહેલી વાર અરબાઝના ઘરે ગઈ હતી તો બાંહો ફેલાવીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલી વાર તેમના ઘરે ગઈ તો સોહૈલ ડેનીમ શોર્ટ પહેરીને બેઠો હતો. સોનેરી વાળ સાથે તે ઘરની અગાશીમાં વાળ સૂકવી રહ્યો હતો. મને લાગ્યું કે આ તો મારા ઘર જેવું જ છે. અહીં બધાને આવકાર મળે તેવો પરિવાર છે.

ઉષ્માભર્યું સ્વાગત થયું હતું
તેણે ઉમેર્યું કે હકીકતમાં તેઓ તમારી ઉપર કોઈ દબાણ લાવતા નથી કે તમારે કેવી રીતે રહેવાનું છે. તમારે કોઈ રીતિ રિવાજોનું પાલન કરવાનું છે કે કેવી રીતે રહેવાનું છે એવું કાંઈ હોતું નથી. પહેલી વાર મારું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. મને લાગે છે કે આજે પણ મારી સાથે આમ જ થાય છે. એ ઘરમાં જે કોઈ જાય છે તેનું સ્વાગત થાય છે.
READ ALSO
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે
- પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન
- નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ
- એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ