GSTV

મલાઇકાએ આ કારણથી અરબાઝ ખાન સાથે લીધા હતા છૂટાછેડા, સુનાવણીની એક રાત પહેલા પરિવારે કહી હતી આ વાત

મલાઇકા

Last Updated on October 23, 2020 by Ankita Trada

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ભલે ફિલ્મોથી થોડી દૂર હોય, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. અભિનેત્રી ઘણીવાર તેની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ બંને માટે ચર્ચામાં રહે છે. આજે અભિનેત્રી તેનો 47મો જન્મદિવસ મનાવી રહી છે.

નિર્ણય બંનેએ પરસ્પર સંમતિથી લીધો

મલાઇકા અરોરા અને અરબાઝ ખાને છૂટાછેડા લીધેલા છે અને બંનેનો એક પુત્ર પણ છે જેનું નામ અરહાન ખાન છે. એકવાર કરીના કપૂરના રેડિયો શોમાં વાત કરતી વખતે મલાઇકાએ કહ્યું હતું કે, ‘છૂટાછેડા લેવાનો નિર્ણય બંનેએ પરસ્પર સંમતિથી લીધો હતો, જેથી બંને વધુ સારી રીતે જીવન જીવી શકે.’ તેમણે કહ્યું કે જીવનના અન્ય મોટા નિર્ણયોની જેમ તે પણ સહેલો નિર્ણય નહોતો અને આખરે ક્યારેકને ક્યારેક કોઈકને કોઈક ઉપર આ આરોપ આવવાનો જ હતો.

બંનેએ અલગ થવાનું નક્કી કર્યું

તે ફક્ત મારા માટે જ નહીં, પરંતુ મારી આજુબાજુના દરેક માટે પણ સરળ ન હતું. તેથી જો મેં મારા જીવનમાં આટલો મોટો નિર્ણય લીધો હોય તો પછી તે મારી એકલીનો નિર્ણય ન હતો. આમાં બે લોકો સામેલ હતા. મલાઈકાએ એમ પણ કહ્યું હતું કે, તે અને અરબાઝ એકબીજાને ખુશ રાખવામાં અસમર્થ હતા. તેથી બંનેએ અલગ થવાનું નક્કી કર્યું.

અમને તારી પર ગર્વ છે

શો પરની વાતચીત દરમિયાન અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે ‘મારા પરિવારે છૂટાછેડાની સુનાવણીની એક રાત પહેલા જ દરેક બાબત વિશે વિચારવાનું કહ્યું હતું. છૂટાછેડાની આગલી રાતે મેં મારા પરિવારને સાથે બેસાડ્યા. બધાએ મને પૂછ્યું કે, શું મને મારા નિર્ણય અંગે ખાતરી છે? છેવટે મારા મિત્રો અને પરિવારે કહ્યું કે, જો તું આ નિર્ણય લઈ રહી છે તો અમને તારી પર ગર્વ છે. તું એક મજબૂત સ્ત્રી છે. આ બધી બાબતોએ મને વધુ શક્તિ આપી. તે સમયે મને આ સપોર્ટની ખૂબ જરૂર છે. મને આ વાતો સાંભળીને દિલાસો મળ્યો.’ ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં મલાઈકા અને અરબાઝના લગ્ન થયા હતા અને 11મે 2017ના રોજ બંનેના છૂટાછેડા થયા હતા.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!