GSTV
Home » News » #MeToo અભિયાન પર મલાઇકાએ કહ્યું, ‘બદલાવ ઓછોને હોબાળો વધારે’

#MeToo અભિયાન પર મલાઇકાએ કહ્યું, ‘બદલાવ ઓછોને હોબાળો વધારે’

એક્ટરહોય કે ડિરેક્ટર, પ્રોડ્યુસર હોય કે સિંગર, બોલીવુડમાં મી ટૂની આંધી એવી આવી કેભલભલા દિગ્ગજોના દામન પર ડાઘ લાગ્યા. બોલીવુડમાં જ્યારથી મી ટૂ કેમ્પેઇન શરૂ થયુંછે ત્યારથી અનેક એક્ટ્રેસ પોતાની સાથે થયેલા શોષણને લઇને ખુલીને બોલી રહી છે.તેમાં તનુશ્રી દત્તા, કંગના રનૌત, ચિંત્રાંગદા સિંહ, બિપાશા બાસુ, વિંતા નંદા અને નવનીત નિશાન સામેલ છે.તેવામાં હવે એક એક્ટર પણ પોતાની મી ટૂ સ્ટોરી સાથે સામે આવ્યો છે.

તાજેતરમાં જ મલાઇકા અરોરાએ પણ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. મલાઇકાએ સ્વીકાર્યુ કે હાલ આ દેશમાં બદલાવ આવવાના બદલે  હોબાળો વધુ થઇ રહ્યો છે. મલાઇકાએ કહ્યું કે, મને કોઇ બદલાવે નજરે નથી પડ્યો. હું ઘણાં લોકોની વાત સાંભળી રહી છું. મને લાગે છે કે બદલાવને બદલે તેનાથી હોબાળો વધારે થઇ રહ્યો છે.

મલાઇકાનું કહેવું છે કે આ અભિયાને હજુ ઘણું દૂર સુધી જવાનું છે અને અભિયાનને સફળ બનાવવા માટે માનસિકતામાં ફેરફાર કરવાની પણ જરૂરિયાત છે અને આ બદલાવ રાતોરાત ન આવી શકે. લોકો આ વિશે વાત કરી રહ્યાં છે. વાસ્તવિક બદલાવ લાવવા માટે લોકોએ આગળ આવીને કંઇક કરવાની જરૂરિયાત છે.

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામહાલના દિવસોમાં વધારે ચર્ચામાં છે. તેની શરૂઆત મિલાન એરપોર્ટ બંનેની હાથમાં હાથનાખીને ફરતી તસવીર વાયરલ થયા પછી થઈ છે. અત્યારસુધી મીડિયા સામે સંતાકૂકડી રમનાર આ લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ટૂંકસમયમાં જ પોતાનાં સંબંધને હવે લગ્નમાં બદલવા જઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મલાઇકા અરોરાએ પોતાનો 45મો જન્મ દિવસ ઉજવ્યો છે. પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે તે પોતાના કેટલાંક ફ્રેન્ડ્ઝ સાથે ઇટલીના મિલાન ગઇ હતી. અહીં તેણે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું હતું જે હાલ સોશિયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યું છે.

Read Also

Related posts

શાહરૂખે કર્યું નવી ત્રણ ફિલ્મોનું એલાન, ડાયરેક્ટરોનું નામ જાણી કહેશો ‘ફિલ્મ બ્લોકબસ્ટર જ જશે’

Arohi

18 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, આર્ટિકલ 370ને રદ્દ કર્યા બાદ હવે મોદી સરકારની નજર આ બે અધ્યાદેશો પર

Mayur

તેજસ ટ્રેન શરૂ થયાના થોડા જ સમયમાં ટ્રેન હોસ્ટેસને કરવા લાગ્યા પ્રવાસીઓ આવી હરકતોથી હેરાન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!