GSTV
Home » News » લગ્ન પહેલાં જ Viral થઇ મલાઇકાની આવી તસવીર, લોકોએ કરી એવી ગંદી કમેન્ટ્સ કે અર્જૂનને આવશે ગુસ્સો

લગ્ન પહેલાં જ Viral થઇ મલાઇકાની આવી તસવીર, લોકોએ કરી એવી ગંદી કમેન્ટ્સ કે અર્જૂનને આવશે ગુસ્સો

પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહેતી એક્ટ્રેસ મલાઇકા અરોરા આજકાલ પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. જ્યાં એક તરફ મલાઇકા અને અર્જૂનના લગ્નની ખબરો આવી રહી છે ત્યાં મલાઇકાના બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. 44 વર્ષની મલાઇકા સેક્સી પોજ પતી નજરે આવી રહી છે. જો કે લોકોને મલાઇકાનો આ અંદાજ પસંદ નથી આવ્યો અને સોશિયલ મીડિયા યુઝર્સ ભદ્દી કમેન્ટ્સ કરી રહ્યાં છે.

હકીકતમાં મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તે બિકીની અવતારમાં સેક્સી પોઝ આપતી નજરે પડી રહી છે. લોકોએ આ તસવીર પર કમેન્ટ કરતીં મલાઇકાને તેની ઉંમરનો હવાલો આપ્યો છે તો કોઇએ તેને શરમ રાખવાની સલાહ આપી છે. હદ તો ત્યારે થઇ જ્યારે ટ્રોલર્સે અર્જૂન કપૂરને ટેગ કરીને ગંદી કમેન્ટ્સ કરવાની શરૂ કરી દીધી. જેના કારણે મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

બોલીવુડમાં તાજેતરમાં જ અભિનેતા અર્જૂન કપૂર અને અભિનેત્રી મલાઇકા અરોરાના લગ્નની ખબરો આવી હતી. પાછલા ઘણા સમયથી અવોર્ડ ફંક્શન હોય કે બોલીવુડ પાર્ટી આ લવબર્ડઝ બધે જ સાથે જોવા મળતા હતાં. આ ઉપરાંત મલાઇકા અર્જૂનના પરિવારની ઘણી નજીક આવી ગઇ છે. કપૂર પરિવારમાં થતાં દરેક ફંક્શનમાં મલાઇકાને સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.

આ ખબરો વચ્ચે મલાઇકાએ એવી તસવીરો શેર કરી છે જેને જોઇને સમજી શકાય કે મલાઇકા પોતાની બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે.

મલાઇકા પોતાની ગર્લ ગેન્ગ સાથે માલદીવમાં એન્જોય કરી રહી છે. રિપોર્ટ અનુસાર મલાઇકા લગ્ન પહેલા એક રોલર કોસ્ટર ટ્રિપ કરવા માંગતી હતી તેના માટે તેણે આ ડેસ્ટિનેશન પસંદ કર્યુ.

ખબરોની માનીએ તો મલાઇકા અર્જૂન એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે.

ખબર છે કે આ લવ બર્ડ્ઝ આગામી મહિને એટલે કે એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. કરીના કપૂર અને તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા, મલાઇકાની બ્રાઇડમેટ્સ હશે. જો કે તેના ડિઝાઇનર ક્રૂ અને અન્ય લોકોને મોઢુ બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.

Read Also

Related posts

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva

દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

Mansi Patel

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!