GSTV

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દ સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

મિલિન્દ

Last Updated on September 30, 2021 by Damini Patel

મલાઈકા અરોરા અને મિલિન્દ સોમન બંને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. બંને નવી-નવી પોસ્ટ શેર કરતા રહે છે. બંને જ ફિટનેસ ફ્રીક છે તો એવામાં બંને ઘણા ફોટાઓ અને વિડીયોમાં ફિટનેસ સંબંધિત પોસ્ટ પોસ્ટ શેર કરતા રહે છે. આ બંને સાથે કામ કરી રહ્યા છે. બંને સાથે ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ’ શોમાં જોવા મળી રહ્યા છે. બંને જ આ મોડલિંગ શોના જજ છે. બંને સાથે અનુષા દાંડેકર પણ શોનો ભાગ છે.

મિલિંદે બતાવ્યો મેડ ઈન ઇન્ડિયા લુક

મલાઈકા અરોરા અને મિલિન્દ સોમનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને મિલિન્દ સોમને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વિડીયોમાં મિલિન્દ શર્ટલેસ જોવા મળી રહ્યા છે. તેઓ ધોતી પહેરી રેપ કરી રહ્યા છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં મિલિન્દ સોમન સ્ટારર સુપર હિટ સોન્ગ ‘મેડ ઈન ઇન્ડિયા’ વાગી રહ્યું છે. વિડીયોમાં મિલિન્દનું ટશન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

મલાઈકા અરોરાથી નહિ થયું કંટ્રોલ

મિલિન્દ સોમનની સુપર હોટ બોડી અને વોક જોઈ મલાઈકા અરોરા પોતાને નહિ રોકી શકી અને જોરથી હૂટિંગ કરવા લાગી. એની સાથે અનુષા દાંડેકર અને બાકી કન્ટેસ્ટન્ટ પણ ચિલ્લાવાલાગ્યા. મિલિન્દ પણ પોતાના અંદાજથી બધાને ઘાયલ કરતા જોવા મળ્યા. મલાઈકાની એક્સાઇટમેન્ટ પુરા વિડીયોમાં જોવા મળી.

મિલિન્દને જોઈને અંકિતાનું દિલ સરકી ગયું

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા મિલિંદ સોમને કેપ્શનમાં લખ્યું, ‘અને 26 વર્ષ પછી … ફરી એકવાર …’ મિલિંદની પત્ની અંકિતા કંવરે પણ આ વીડિયો જોયા બાદ કોમેન્ટ કરી છે. તેણે કોમેન્ટમાં લખ્યું, ‘તે કાયદેસર કેવી રીતે હોઈ શકે કે તમે હંમેશા આટલા હોટ દેખાતા હોવ.’ આ વિડિઓ પર ઘણી બધી કૉમેન્ટ્સ અને લાઇક્સ આવી રહી છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

મલાઈકા-મિલિંદ ફિટનેસ ફ્રીક્સ છે

તમને જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફેશન અને અંગત જીવન માટે ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરા લાંબા સમયથી અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. જ્યાં સુધી તેની ફેશનની વાત છે, મલાઈકા એક ફિટનેસ ફ્રીક છે અને નિયમિત રીતે જિમ અને યોગા ક્લાસમાં જાય છે. ત્યાં મિલિંદ સોમન વિશે વાત કરતા, તે પોતાની ફિટનેસ રૂટીન લોકો સાથે શેર કરતા રહે છે અને લોકોને તેના વીડિયોથી ઇન્સ્પાયર પણ કરે છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!