GSTV
Home » News » મલાઇકાના આ બોલ્ડ ફોટોમાં દેખાયું કંઇક એવું, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

મલાઇકાના આ બોલ્ડ ફોટોમાં દેખાયું કંઇક એવું, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

મલાઇકા અરોરાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરી છે. આ ફોટો જોયા બાદ કેટલાંક લોકો તેને પસંદ કરી રહ્યાં છે તો કેટલાંક લોકોએ તેને આડેહાથ લીધી છે. હકીકતમાં ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ તસવીરમાં મલાઇકાનો હૉટ અંદાજ નજરે આવી રહ્યો છે.

આ તસવીરોમાં મલાઇકા મોનોકોનીમાં નજરે આવી રહી છે અને પોતાના વાળ બાંધતી પોઝ આપી રહી છે. મલાઇકાની  બોલ્ડ પોસ્ટ બાદ કેટલાંક ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાંક તેને અંડર આર્મ્સ ક્લિયર કરવાની સલાહ આપી રહ્યાં છે. જો કે સોશિયલ મીડિયા પર મળી રહેલી નકારાત્મકતાનો મલાઇકાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

એક યુઝરે તેની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું કે, મેડમ તમારે વીટની જરૂરી છે. એકે લખ્યુ કે, તમે વેક્સ કરાવાનું ભૂલી ગઇ છે કે શું. જો કે કેટલાંક ફેન્સ એવા પણ છે જેણે તેના કોન્ફીડન્સના વખાણ કર્યા છે. જોક કે આર્મપિટ હેર સાથે પોતાની તસવીર શેર કરનારી મલાઇકા પહેલી એક્ટ્રેસ નથી. અગાઉ 2016માં પ્રિયંકા ચોપરા પણ મેગેઝીન કવર પર છવાઇ હતી.

જણાવી દઇએ કે છેલ્લા થોડા મહિનાથી અર્જુન કપૂર અને મોખરાની મોડેલ કમ ડાન્સર મલૈકા અરોરા સાથે ફરતાં દેખાય છે અને તાજેતરમાં તો અર્જુને મલૈકા સાથે નિકટનો સંબંધ હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો.

Read Also

Related posts

ચીનનો સૌથી મોટો નિર્ણય, ઓનલાઈન ગેમ નહી રમી શકે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો

pratik shah

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાતા ફ્લાવરશોની ટિકિટનો ભાવ થયો ડબલ

Nilesh Jethva

સિવિલ હોસ્પિટલમાં એક ટાઈમ અપાતા જમવામાં પણ બેદરકારી, દાળભાતમાથી જીવાત નિકળતા હોબાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!