અભિનેત્રી-મોડેલ મલાઇકા અરોરાએ ફિલ્મ ‘દબંગ’માં આઇટમ સૉન્ગ ‘મુન્ની બદનામ હુઇ’માં જબરદસ્ત ડાન્સ કર્યો હતો જે સુપરહિટ રહ્યું હતું. તે બાદ હવે જાણવા મળી રહ્યું છે કે દબંગ-3માં મલાઇકાને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના કારણે અરબાઝે આ નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે અરબાઝ અને મલાઇકાના છૂટાછેડા થઇ ગયાં છે અને મલાઇકાએ હવે અર્જૂન કપૂરનો હાથ થામી લીધો છે જેના કારણે સલમાન ખાન નારાજ છે.
તેવામાં સલમાનની આ હરકતનો મલાઇકાએ જડબાતોડ જવાબ આપ્યો છે. મલાયકા અરોરા ખાન પોતાના ડાન્સને આઇટમ નંબર કહેવાથી નારાજ થઇ છે. પોતાના ગીતોને આઇટમ સોન્ગ કહેવા ન જોઇએ. તેમ તેનું ભારપૂર્વક કહેવું છે.
તાજેતરમાં એક ઇવેન્ટમાં મલાઇકા પહોંચી ત્યારે તેણે જણાવ્યું હતુ કે, ” મને નથી લાગતું કે, મારા ગીતોને આઇટમ સોન્ગ કહેવા જોઇએ. આ કોઇ ટેગ નથી. મેં અત્યાર સુધી ઘણા આઇટમ નંબર કર્યા છે. મને મથી લાગતું કે મને લઇને લોકોએ મારા માટે કોઇ ધારણા બાંધી હોય. મારા જીવનમાં મને જે ઠીક લાગ્યું છે તે જ મેં કર્યું છે.”
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ‘દબંગ ૩’ ના આઇટમ ગીત માટે કરીના કપૂરને લેવામાં આવી છે. ‘દબંગ ૨’ વખતે પણ મલાઇકા અને અરબાઝના સંબંધો બગડયા હોવાથી ત્યારે પણ કરીનાએ જ આઇટમ સોન્ગ કર્યું હતું.
સલમાન એક વખત કોઇનાથી નારાજ થાય છે, પછી તેને માફી બક્ષતો નથી. મલાઇકા સાથે પણ આમ જ થયું છે. પરંતુ મલાઇકા પણ બિનધાસ્ત છે, તે અર્જુન કપૂર સાથે બિનધાસ્ત જાહેરમાં ફરી રહી છે.
Read Also
- શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય
- લેખક-ફોટોગ્રાફર વિવેક દેસાઈને નિબંધસંગ્રહ ‘બનારસ ડાયરી’ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક જાહેર
- કઈ રાશિના લોકોએ હાથ-પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ
- ધ કેરલ સ્ટોરી પર બોલ્યા નસીરુદ્દીન શાહ, કહ્યું- લાગે છે કે આપણે નાઝી જર્મની તરફ આગળ વધી રહ્યાં છીએ
- મહાકાલ મંદિરની મુલાકાત લેવા બદલ થયેલા ટ્રોલિંગ પર સારા અલી ખાનનું નિવેદન