GSTV
Home » News » મલાઈકાને પોતાની ભાભી બનાવવા માટે તૈયાર છે સોનમ, Photo આપી રહી છે સાબિતી

મલાઈકાને પોતાની ભાભી બનાવવા માટે તૈયાર છે સોનમ, Photo આપી રહી છે સાબિતી

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોડાનુ અફેર હવે કોઈનાથી છુપાયેલુ નથી. બંને વિશે એવુ પણ કહેવાઈ રહ્યું છે કે બંને ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. પરંતુ આ દરમ્યાન એવા અહેવાલોએ જોર પકડ્યુ હતું કે મલાઈકાને અર્જુનની પિતરાઈ બહેન સોનમ કપૂર બિલકુલ પસંદ કરતી નથી.

ચર્ચા હતી કે કોઈ પાર્ટી દરમ્યાન મલાઈકા અને સોનમની વચ્ચે વિવાદ થયો હતો, જેને પગલે સોનમને અર્જુન અને મલાઈકાની આ રીલેશનશિપ બિલકુલ પસંદ આવતી નહોતી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં સોનમ કપૂર અને મલાઈકા એકસાથે કેમેરાને પોઝ આપતી જોવા મળી રહી છે. તસ્વીર જોઈને આ વાતનો અંદાજ લગાવી શકાય છે કે બંનેની વચ્ચે મતભેદ ખત્મ થઈ ગયા છે. તસ્વીર પરથી જોઈ શકાય છે કે હવે મલાઈકા અરોડા કપૂર પરીવારની વહૂ બનવા માટે બિલકુલ રેડી છે.

ઈન્ટરનેટ પર જે તસ્વીર વાયરલ થઈ રહી છે, તે રિયા કપૂરના બર્થ-ડેની છે. જેમાં મલાઈકા પોતાના કથિત બૉયફ્રેન્ડ અર્જુન કપૂરની સાથે જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ 32 વર્ષની રિયા કરણ બૂલાની સાથે પ્રતિત થઈ રહી છે, જે તેનો બૉયફ્રેન્ડ છે અને તેની સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે.

આ દરમ્યાન એવી અટકળોએ જોર પકડ્યુ છે કે અર્જુન અને મલાઈકાના લગ્ન એપ્રિલ મહિનામાં થવાની શક્યતા છે. બંનેના લગ્ન ઈસાઈ રીતિ-રીવાજ અનુસાર થઈ શકે છે. જોકે, બંનેમાંથી કોઈ પણ વ્યક્તિએ આ વાતની પુષ્ટી કરી નથી.

READ ALSO

Related posts

અર્જૂન રેડ્ડી બાદ હવે વિજય દેવરાકોંડાની આ ફિલ્મની બનશે હિન્દી રિમેક

Bansari

સેંકડો હિંદુ છોકરીઓને જબરજસ્તી મુસ્લિમ બનાવનાર આ પાકિસ્તાની મૌલવીને જોઇએ છે હિંદુસ્તાની બેગમ

NIsha Patel

‘ભારતમાં જ રચાયું હતું પુલવામા હુમલાનું કાવતરું, જૈશના કારણે પાકિસ્તાન પર લાગ્યો આરોપ’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!