GSTV
Bollywood Entertainment Photos Trending

ગોવામાં Arjun Kapoorની સાથે હૉલિડે મનાવી રહી છે Malaika Arora, પુલ કિનારે આપ્યા સ્ટનિંગ પોઝ

મલાઇકા અરોરા નવા વર્ષની ઉજવણી કરવા ગોવા ગઈ છે. આ ટ્રીપમાં તેની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર, પુત્ર અર્હાન, બહેન અમૃતા અરોરા અને તેનો પતિ શકીલ લડક પણ છે. અહીં તેમનું રોકાણ આઝરા બીચ હાઉસ છે જે શકીલ અને અમૃતાનું હોલીડે હોમ છે. જ્યારે પણ બંને ગોવામાં આવે છે, ત્યારે તેઓ આ ભવ્ય પ્રોપર્ટીમાં રહે છે. મલાઇકા આ સફરનો ખૂબ આનંદ લઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અપલોડ કરી છે, જેમાં તે પૂલ સાઇડ પર જબરદસ્ત પોઝ આપતી જોવા મળી રહી છે.

મલાઈકાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે એનિમલ પ્રિન્ટના ગ્રીન સ્વિમસૂટ અને ડાર્ક સનગ્લાસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અન્ય કેટલીક તસવીરોમાં તે ગ્રીન ડ્રેસમાં બારીની બહાર ડોકિયું કરતી અને પૂલમાં જોઇ શકાય છે.

આ વર્ષની શરૂઆતમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બંનેને કોરોના થયો હતો. સ્વસ્થ થયા પછી, જ્યારે અર્જુન સૈફ અલી ખાન, યામી ગૌતમ, જેકલીન ફર્નાન્ડીઝ સાથે ફિલ્મ ભૂત પોલીસના શૂટિંગ માટે ગયો, ત્યારે મલાઇકા પણ તેને કંપની આપવા પહોંચી ગઈ હતી.

તાજેતરમાં જ મલાઇકાએ ખુલાસો કર્યો હતો કે તે અને અર્જુન લોકડાઉન સમયગાળા દરમિયાન સાથે હતા. તેમણે આ લોકડાઉન સમયને શાનદાર ગણાવ્યો કારણ કે તેને અર્જુન એન્ટરટેઈનિંગ લાગ્યો હતો. અર્જુન અને મલાઈકા છેલ્લા કેટલાક વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. 2019માં બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. મલાઇકાના છૂટાછેડા થયા છે. તેણે 2017માં અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV