GSTV
Home » News » ઈંટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે મલાઈકાના ગ્લેમરસ ફોટો, ફેન્સે કહ્યુ, બટરફ્લાય બેબી

ઈંટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે મલાઈકાના ગ્લેમરસ ફોટો, ફેન્સે કહ્યુ, બટરફ્લાય બેબી

મલાઈકા અરોરા બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ફિટનેસ ફ્રીક હોવાની સાથે સાથે ફેશનિસ્ટા પણ છે. મલાઈકાના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે મલાઈકાનાં નવા ફોટોશૂટના ફોટો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે.

મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફોટોશૂટના ફોટો શેર કર્યા હતા. ફોટામાં મલાઈકા પીચ કલરનાં ડીપ નેક ફ્રીલ ગાઉન પહેરેલી દેખાઈ રહી છે. મિનિમલ મેકઅપ અને મેસી હેર બનમાં મલાઈકા બહુજ સ્ટનિંગ દેખાઈ રહી છે.

મલાઈકાએ પોતાના ગ્લેમપસ ફોટા શેર કરતાં કેપ્શનમાં લખ્યુ, “ હેરાલ્ડ સન ન્યૂઝપેપરની સાથે મેલબર્નનાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ માટે શૂટ કરવું બહુજ શાનદાર રહ્યુ. આટલી સુંદર ડ્રેસ આપવા માટે ઓસ્ટ્રેલિયન ડિઝાઈનર જેસન ગ્રેચનો બહુજ આભાર.”

હાલમાં મલાઈકા અરોરાની સાથે અર્જુન કપૂર પણ મેલબર્નમાં છે. આ ફેમસ બોલીવુડ કપલ મેલબર્નમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ અટેંડ કરવા માટે પહોંચ્યુ છે.

જણાવી દઈએકે, કપલ ઘણીવાર સાથે દેખાય છે. બંનેની કેમેસ્ટ્રી શાનદાર છે. તેમના લગ્નની અફવાઓ પણ સામે આવે છે. પરંતુ મલાઈકાએ આ વાતોનું ખંડન કર્યુ છે.

મલાઈકાએ કહ્યુ છેકે, જેમ કે અમે પહેલાં પણ કહી ચૂક્યા છીએ, તેમ હાલમાં અમારો લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી.

READ ALSO

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur

આ કારણે Secret Game 2માં મેકર્સે નથી દર્શાવ્યા બોલ્ડ અને સેક્સ સીન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!