Malaika Arora At Karan Johar Party: ગઈકાલે રાત્રે કરણ જોહરે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો. આ પાર્ટીમાં બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા, પરંતુ સૌથી વધુ જો કોઈના પર નજર પડી હોય તો તે હતી મલાઈકા અરોરા. જી હા, તેણે આ પાર્ટીમાં એવો ડ્રેસ પહેર્યો હતો કે લોકો તેને ભૂંડી રીતે ટ્રોલ કરવા લાગ્યા.
મલાઈકાનો લુક

મલાઈકા અરોરા હાલમાં જ કરણ જોહરની પાર્ટીમાં પહોંચી હતી, જેના માટે તેણે એક એવો આઉટફિટ પસંદ કર્યો હતો જે તેના ટ્રોલ થવાનું કારણ બન્યો હતો. બોલ્ડ દેખાવા માટે મલાઈકાએ એવો ભયંકર લુક અપનાવ્યો, આસપાસના લોકો દંગ રહી ગયા. તેણે બ્રાઇટ ગ્રીન કલરના શોર્ટ્સ અને કોટ પહેર્યો હતો. એક્ટ્રેસે તેની અંદર બ્રાઈટ પિંક કલરની બ્રા પહેરી હતી, જેમાં તે કિલર ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
લોકોએ ભૂંડી રીતે ટ્રોલ કરી

મલાઈકા અરોરાના આ લુકમાં તેની હીલ્સ પણ ચર્ચામાં રહી હતી. તેણે બ્રાઇટ પિંક કલરની હીલ્સ પહેરી હતી. જેના પર લોકોનું ધ્યાન પણ ઈચ્છા વગર જતું હતું. તમને જણાવી દઈએ કે, આ પાર્ટીમાં મલાઈકા તેની બહેન અમૃતા અરોરા અને ક્લોઝ ફ્રેન્ડ કરીના કપૂર સાથે પાર્ટીમાં પહોંચી હતી અને સૈફ અલી ખાન આ ત્રણ મહિલાઓને સુરક્ષિત રીતે પાર્ટીમાં લઈ આવ્યા હતા.

મલાઈકાના આ પાર્ટી લુકને કારણે લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. કોઈએ મલાઈકાની ડ્રેસિંગ સેન્સની મજાક ઉડાવી તો કોઈએ તેને વલ્ગર કહી. એકે તો એમ પણ કહ્યું કે મલાઈકા ટોપ પહેરવાનું ભૂલી ગઈ છે.
જલ્દી થઈ શકે છે લગ્ન

મલાઈકા અરોરા દરરોજ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની બિકીનીની કેટલીક તસવીરો શેર કરી છે, જેણે ઈન્ટરનેટનો પારો ખૂબ જ હાઇ કરી દીધો છે. આ સિવાય મલાઈકા અરોરાએ તાજેતરમાં અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે એક મોટું નિવેદન આપ્યું હતું, જે પછી લોકો તેમના લગ્ન વિશે અટકળો કરવા લાગ્યા હતા. જો કે એવા પણ સમાચાર છે કે આ કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે.
Read Also
- આ નિયમ સાથે પ્રગટાવો દીવો, તમારી તમામ મનોકામના થશે પૂર્ણ
- રોહિત શર્માની કેપ્ટનશીપ ભયમાં/ ટી20ની કપ્તાનીમાંથી હટાવી શકાય છે રોહિત શર્મા, આ દિગ્ગજે કર્યો મોટો દાવો
- કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા
- ગેરંટી વિના લોન આપી રહી છે સરકાર, સમયપર ચુકવણી કરવાથી આગળ 5 ગણી વધુ રકમનો મળશે લાભ
- LPG Subsidy/ સરકાર 9 કરોડ લોકોને આપી રહી છે રાંધણ ગેસ પર સબસિડી, જાણો કેવી રીતે મળશે આ સેવાનો ફાયદો