GSTV
Home » News » Photos : મલાઇકાએ પાણીમાં લગાવી આગ, પુલમાં કરાવ્યું Sizzling Hot ફોટોશૂટ

Photos : મલાઇકાએ પાણીમાં લગાવી આગ, પુલમાં કરાવ્યું Sizzling Hot ફોટોશૂટ

મલાઇકા અરોરાએ તાજેતરમાં જ પોતાનો 45મો જન્મ દિવસ ઉજવ્યો છે. પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે તે પોતાના કેટલાંક ફ્રેન્ડ્ઝ સાથે ઇટલીના મિલાન ગઇ હતી. અહી તેણે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું હતું જે હાલ સોશિયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યું છે.

મલાઈકા અરોરા છેલ્લા કેટલાક દિવસથી અર્જૂન કપૂર સાથેના રિલેશનને કારણે ચર્ચામાં છે. પરંતુ આ બધાની વચ્ચે એક ફોટોશૂટ વાઈરલ થયું છે. આ ફોટોશૂટ બી-ટાઉનના જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીએ કર્યું છે.

પોતાના લૂકને આકર્ષક બનાવવા માટે મલાઈકાએ સ્મોકી આઈ મેકઅપ સાથે પિંક લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. હેવી મેકઅપની જગ્યાએ નો મેકઅપ લૂકનો ટ્રાય કર્યો છે.

પૂલમાં મલાઈકાના હેરસ્ટાઈલને વેટ લુક રાખવામાં આવ્યો છે. દરેક ફ્રેમ માટે સુંદર પોઝ આપ્યા છે મલાઈકાએ.

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. અત્યારસુધી તેમણે જાહેરમાં પોતાના સંબંધો વિશે કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ પાછલાં કેટલાંક સમયથી તેમની વચ્ચે નજરે પડતી કેમેસ્ટ્રી ઘણું બધુ કહી જાય છે.

આ પ્રેમી જોડું હવે મુંબઈ એરપોર્ટ પર હાથમાં હાથ નાખીને ચાલતુ જોવા મળ્યું છે. તો મીડિયાના કેમેરા સામે આવતા જ બંને અલગ અલગ ગેટથી બહાર નીકળી ગયા હતા.

મંગળવારે મલાઈકા અરોરા પોતાનો સો કોલ્ડ બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને ઈટલીથી મલાઈકાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરીને પરત ફર્યા છે. બંનેએ એક જ ફ્લાઈટથી મુસાફરી કરી હતી.

જોકે, બંને જ્યારે મુંબઈમાં લેન્ડ થયા, તો તેમને સામે ફેન્સની ભીડ મળી હતી. ત્યારે મીડિયાથી બચવા માટે બંનેએ અલગ અલગ ગેટથી નીકળવાનું પસંદ કર્યું હતુ. બંનેના એરપોર્ટ પરથી નીકળતાના વીડિયો પરથી કહી શકાય કે આ સેલિબ્રેશન કંઈક ખાસ રહ્યું હશે.

તાજેતરમાં જ ઇન્ડીયાઝ ગૉટ ટેલેન્ટમાં આ લવ બર્ડઝની કેમેસ્ટ્રી ઉડીને આંખે મળગી. રિપોર્ટસ અનુસાર અર્જૂન કપૂર આ મંચ પર પોતાની ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડને પ્રમોટ કરવા પહોંચ્યો હતો.

મલાઇકા આ શૉની જજ છે. પરંતુ જ્યારે તેઓ મંચ તરફ આગળ વધ્યાં ત્યારે તેઓ એકબીજાના હાથમાં હાથ નાંખીને ચાલતાં જોવા મળ્યા. જો કે તેવી પણ ચર્ચા છે કે મલાઇકા સાથે અર્જૂનના સંબંધોથી સલમાન ખાન નારાજ છે. ઉલ્લેખનીય છે કે અરબાઝ અને મલાઇકાના બે વર્ષ પહેલાં જ છૂટાછેડા થઇ ગયાં છે. હવે 51 વર્ષનો અરબાઝ ફરીથી લગ્ન કરવા જઇ રહ્યો છે.

Related posts

નવા ઉદ્યોગ સાહસિકોને 15 દિવસમાં મળશે લોન, રૂપાણી સરકાર અને SBI વચ્ચે મહત્વપૂર્ણ MoU

Bansari

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!