GSTV
Bollywood Entertainment Trending

મલાઈકાએ મિત્રો માટે ગ્રાન્ડ પાર્ટીનું કર્યુ આયોજન, આ સેલેબ્સે હાજરી આપીને પાર્ટીમાં લગાવ્યા ચાર ચાંદ!

મલાઈકા અરોરા બોલિવૂડની તે ગ્લેમરસ અભિનેત્રીઓમાંથી એક છે. જે ભલે ફિલ્મી પડદાથી દૂર રહે છે પરંતુ હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા પર્સનલ લાઈફ ઉપરાંત તેની ગ્લેમરસ સ્ટાઈલ, તેની ફિટનેસ, તેના યોગ અને વર્કઆઉટ, પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. મલાઈકાએ ગઈકાલે રાત્રે ઈન્ડસ્ટ્રીમાંથી પોતાના મિત્રોને એક ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં અનેક સિતારાઓએ પોતાની સૌથી સુંદર શૈલીમાં હાજરી આપી હતી.

મલાઈકા

મલાઈકાએ પોતાના અંદાજમાં લોકોનું દિલ જીત્યું છે. સાથે જ તેની આ પાર્ટીમાં તેના તરફ તમામનું આકર્ષણનું રહ્યું છે. મલાઈકા અરોરાએ કેમેરા સામે ઘણા સુંદર પોઝ આપ્યા હતા અને તેની દરેક સ્ટાઈલ આકર્ષક લાગી રહી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન પણ પહોંચ્યો હતો. અરહાને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. જોકે ત્યાં બધા અર્જુન કપૂરની રાહ જોઈ રહ્યા હતા. લોકો જોવા માંગતા હતા કે ગર્લફ્રેન્ડ મલાઈકાની આ પાર્ટીમાં અર્જુનની સ્ટાઈલ કેવી લાગી રહી છે.

માત્ર અર્જુન કપૂર જ નહીં, અભિનેતાની બહેન અંશુલા કપૂર પણ મલાઈકાની પાર્ટીનો ભાગ બની હતી. જો કે, આ સ્ટાર્સથી ભરપૂર મેળાવડામાં જે સેલિબ્રિટીએ દરેકની નજર ખેંચી હતી તે બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન હતી. બોલિવૂડના આ બેસ્ટ ફ્રેન્ડ્સ કેમેરા સામે એકસાથે જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં ગૌરી ખાનની સાથે મહિપ કપૂર અને સીમા ખાન પણ સાથે પોઝ આપતી જોવા મળી હતી. અંશુલાની ઘણી તસવીરો સામે આવી છે.

મલાઈકા

અર્જુન કપૂરની બહેન અંશુલા પણ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ ડિનર પાર્ટીમાં મલાઈકા અરોરાની નજીકની મિત્ર સોફી ચૌધરી પણ જોવા મળી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરીની પણ મલાઈકાની બેસ્ટ ફ્રેન્ડ્સમાં ગણતરી થાય છે. મલાઈકાની આ ડિનર પાર્ટીમાં તેની બહેન અમૃતા અરોરા પણ તેના પતિ સાથે જોવા મળી હતી.

READ ALSO:

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV