GSTV
Home » News » અરે ભૈ અમારાં લગ્નના અહેવાલો નરી ગોસિપ છે, આખરે મલાઇકાએ તોડી ચુપ્પી

અરે ભૈ અમારાં લગ્નના અહેવાલો નરી ગોસિપ છે, આખરે મલાઇકાએ તોડી ચુપ્પી

Malaika Arora

મોખરાની મોડેલ કમ આઈટમ ડાન્સર મલૈકા અરોરાએ એવી સ્પષ્ટતા કરી હતી કે હું અને અર્જુન કપૂર હાલ પરણવાનાં નથી. આ અંગે પ્રગટ થયેલા અહેવાલો નરી ગોસિપ છે.’હું અને અર્જુન નજીકના ભવિષ્યમાં પરણી જવાનાં છીએ એવા અખબારી અહેવાલો તરફ તાજેતરમાં મારું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. મને કહેવા દો કે આ રિપોર્ટ સાચા નથી. અમારા બંનેમાંથી કોઇને પણ પૂછ્યા વિના આ અહેવાલ પ્રગટ કરવામાં આવ્યા છે. મારે કહેવું જોઇએ કે લખાણમાં કલ્પનાશીલતા છે પરંતુ સત્ય નથી. અમે નજીકના ભવિષ્યમાં પરણવાનાં નથી’ એમ મલૈકાએ કહ્યું હતું.

તાજેતરમાં મલૈકાએ માલદિવ્સ ટાપુઓ પર વેકેશન માણતી હોય એવા કેટલાક ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા હતા. એ અને અર્જુન હવે જ્યાં જુઓ ત્યાં સાથે દેખાય છે. જો કે એવી પણ વાતો ઊડી હતી કે બોની કપૂર અને કપૂર પરિવારને આ સંબંધ ગળે ઊતરતો નથી.

મલૈકા એેક પુત્રની માતા છે અને એની તથા અર્જુનની ઉંમરમાં પણ ફરક છે. વળી મલૈકા અને અર્જુનના સંબંધોને કારણે બોની કપૂરની એક ફિલ્મની સિક્વલ માટે સલમાન ખાન કરાર કરતો નતી કે તારીખો આપતો નથી.

અત્રે એ યાદ રહે કે મલૈકા સલમાનના ભાઇ અભિનેતા ફિલ્મ સર્જક અરબાઝ ખાનની પત્ની હતી.

Read Also

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

71માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો દેશ, ફોટામાં જુઓ રોશનીનાં ઝગમગાતી ઈમારતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!