GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

મલાઇકા અરોરાને અરહાન ઉપરાંત પણ છે અન્ય એક દિકરો, અરબાઝને તો જાણ સુદ્ધાં નથી

મલાઇકા અરોરાએ તાજેતરમાં જ નેહા ધૂપિયાના ચેટ શૉમાં હાજરી આપી હતી. આ ઇન્ટરવ્યુમાં મલાઇકાએ પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી. આ વચ્ચે મલાઇકા અરોરાએ કંઇક એવું કહી દીધું જેને જાણીને અરબાઝ ખાનના પગ તળેથી જમીન સરકી જશે. આ શૉમાં મલાઇકાએ કહ્યુંકે અરહાન ઉપરાંત તેને અન્ય એક દિકરો છે જે તેના દિલની ખૂબ જ નજીક છે.

નેહા ધૂપિયા સાથે વાત કરતાં મલાઇકાએ કહ્યું કે, તેનો દિકરો અરહાન તેના જીવનમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. અરહાન ઉપરાંત તેનું પેટ કેસ્પર પણ તેના જીવનનું અભિન્ન અંગ છે. ઘણી વાર અરહાન મને કહે છે કે તમે મારા કરતાં કેસ્પરને વધુ પ્રેમ કરો છો. તે મને પૂછતો રહે છે કે મમ્મા તમે મને વધુ પ્રેમ કરો છો કે કેસ્પર ને?

અરહાનના આ સવાલ પર મારો જવાબ હંમેશા એ હોય છે કે મારા બે દિકરાઓ છે અને તે તમે બંને છો. તમને બંનેને હું એકસમાન પ્રેમ કરુ છુ. તેના પર અરહાન મને કહે છે કે, તમે મને કહો કે હું તમારા માટે પ્રથમ સ્થાને છું. પરંતુ હું તેમ ન કહી શકું કારણ કે બંને મારા માટે એકસમાન છે. આ સાથે જ મલાઇકાએ કહ્યું કે જો તમે પશુઓને પ્રેમ કરતા હોવ પછી તે ગમે તે હોય, તે તમારા પરિવારનો હિસ્સો બની જાય છે.

મલાઇકાએ ઇન્ટરવ્યુમાં પ્રેગનેન્સી વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે, મે પ્રેગનેન્સી પહેલાં પણ કામ કર્યુ અને ડિલિવરીના 40 દિવસ બાદ કામ શરૂ કરી દીધું હતુ. બાળક માટે 40 દિવસ ઑફ લીધાં કારણ કે મારી મા એવી વ્યક્તિ હતી જેણે મને ઑફ લેવા કહ્યું. તેના 40 દિવસ બાદ જ મે શુટિંગ શરૂ કરી દીધું હતું.

Malaika Arora instagram

મલાઇકાએ કહ્યું કે કરિયરની શરૂઆતમાં તેને ડાર્ક સ્કીન કેટેગરીમાં મુકવામાં આવતી હતી અને તેને લઇને તેની સાથે પક્ષપાતી વલણ અપનાવવામાં આવતું હતું.

Read Also

Related posts

ધોળકાના કેલીયા વાસણામાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં થયો મોટો ખુલાસો, આ કારણે આરોપીએ આપ્યો ઘટનાને અંજામ

Nilesh Jethva

નપાવટ નેપાળને હવે પડી ભારતની ગરજ, વાતચીત માટે શોધી રહ્યું છે રસ્તાઓ

Ankita Trada

દેશની આ બેન્કે FD ના વ્યાજદર કર્યો મોટો ફેરફાર, જાણો કેટલી સસ્તી થઈ બેન્ક લોન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!