GSTV
Home » News » આવી ગઇ મલાઇકા-અર્જૂનની વેડિંગ ડેટ, ક્રૂને આપ્યા મોઢુ બંધ રાખવાના આદેશ

આવી ગઇ મલાઇકા-અર્જૂનની વેડિંગ ડેટ, ક્રૂને આપ્યા મોઢુ બંધ રાખવાના આદેશ

2019માં પણ લગ્નની શરણાઇઓ ફરીથી ગૂંજશે. હવે મલાઇકા અને અર્જૂન કપૂર લગ્નના બંધનમાં બંધાઇ જશે. ખબર છે કે આ લવ બર્ડ્ઝ આગામી મહિને એટલે કે એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. કરીના કપૂર અને તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા, મલાઇકાની બ્રાઇડમેટ્સ હશે. જો કે તેના ડિઝાઇનર ક્રૂ અને અન્ય લોકોને મોઢુ બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.

ગેસ્ટ લિસ્ટ તૈયાર

એક અહેવાલ અનુસાર મલાઇકા અને અર્જૂનના લગ્નની ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર છે. તેમના ક્લોઝ ફ્રેન્ડ્ઝ આ ઇવેન્ટમાં સામેલ થશે. બંનેએ પોતાના ક્રૂને ચૂપ રહેવાના આદેશ આપ્યા છે. તેની મુખ્ય ટીમમાં હેર સ્ટાઇલિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ સામેલ છે.

ઓક્ટોબર 2018થી કરી રહ્યાં છે ડેટ

મલાઇકા અને અર્જૂન મિલાનમાં હાથમાં હાથ પરોવીને સ્પોટ થયા હતા. તેની પહેલા મલાઇકા અને અરબાઝના 2017માં છૂટાછેડા થઇ ગયા હતાં. જો કે મલાઇકા કે ર્જૂન તરફથી લગ્નને લઇને કોઇ નિવેદન આપવામાં આવ્યુ નથી. તેવામાં સૌકોઇને તેમના લગ્નની રાહ છે.

Arjun Kapoor

જણાવી દઇએ કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામહાલના દિવસોમાં વધારે ચર્ચામાં છે. તેની શરૂઆત મિલાન એરપોર્ટ બંનેની હાથમાં હાથનાખીને ફરતી તસવીર વાયરલ થયા પછી થઈ છે. અત્યારસુધી મીડિયા સામે સંતાકૂકડી રમનાર આ લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ટૂંકસમયમાં જ પોતાનાં સંબંધને હવે લગ્નમાં બદલવા જઇ રહ્યાં છે.

Read Also

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!