GSTV
Home » News » મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મુંબઈની હોસ્પિટલમાં જોવા મળ્યા સાથે, આખરે શું છે મામલો?

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મુંબઈની હોસ્પિટલમાં જોવા મળ્યા સાથે, આખરે શું છે મામલો?

મલાયકા અરોરા અને અર્જુન કપૂર મુંબઇની વાંદરાની એક અદ્યતન હોસ્પિટલમાં સાથે જોવા મળ્યા હતા. હવે તેમની આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. તેમની સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે. 

પાર્ટીઓથી ડિનર ડેટ સાથે કરતા મલાયકા અને અર્જુન કપૂર શુક્રવારે એક અસામાન્ય જગ્યાએ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરોમાં તેઓ હોસ્પિટલના કેઝ્યુલિટિ વોર્ડ પાસે દેખાયા હતા, જ્યાં તસવીરકારોએ તેમની તસવીર ઝડપી લીધી હતી.

View this post on Instagram

#mallaikaarora and #arjunkapoor snapped today

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ પ્રેમીપંખીડા કેઝ્યુઅલ અને કમ્ફર્ટ લુકમાં હોસ્પિટલમાં દાખલ થતા જોવા મળ્યા હતા. હોસ્પિટલ સુધી પહોંચવા તેમણે અન્ય સાઇડની કાર રોકીને સડક પાર  કરી હતી.  જોકે તેઓ અહીં શા માટે આવ્યા હતા તે જાણવા મળ્યું નથી.

હાલમાં જ મલાયકાએ ફરી એક વખત અર્જુનના ઉલ્લેખ વગર એક લાગણીશીલ પોસ્ટ મુકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ” એક નજીકની વ્યકિત, એકએવી વ્યક્તિ જેને મળવાથી એક કનેકશનનો અહેસાસ થાય છે, એક એવા કનેકશનનો જેનો આ પહેલા અનુભવ નથી કર્યો. સમયની સાથે આ લગાવ અને સંબંધ વધુ ઊંડો થતો ગયો.”

મલાયકા અન  અર્જુન ૧૯મી એપ્રિલે લગ્ન કરવાના છે, તેવી અટકળ હતી. તેઓ ક્રિશ્ચિયન વિધિથી ચર્ચમાં લગ્ન કરવાની વાત હતી.

Read Also

Related posts

Video: શાહરૂખ ખાન રેલવે સ્ટેશન પર કરી ચુક્યો છે એક એવી હરકત, જાતે જ સ્વીકાર્યુ કે…

Arohi

10 વાગ્યે અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે લઈ આવવામાં આવશે

Mayur

જેટલીના નિધન પર ભાજપનો ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!