GSTV
Bollywood Entertainment Photos Trending

સારા અલી ખાનના જીમ લુકની આગળ મલાઈકા પણ થઈ ગઈ ફેઇલ, મસ્તાની ચાલથી ફેન્સને કર્યા ઘાયલ !

બી ટાઉનની ડીવા ફિટનેસને લઈને કેટલી ગંભીર થે તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેનાથી પણ વધારે ચિંતા તેને ચિંતા રહે છે પોતાની સ્ટાઈલની. પછી ભલે જીમ લુકની વાત જ કેમ ના હોય. આજે બોલિવુડની બે હસીનાઓની વચ્ચે ફેશન ફેસ ઓફ જોવા મળ્યો હતો.

સારા

મલાઈકા અરોરા ફરી એકવાર પોતાના જીમ લુકમાં જોવા મળી હતી અને દર વખતની જેમ તેણે અદ્ભુત ફેશન સેન્સ બતાવીને ચાહકોને ચોંકાવી દીધા હતા. મલાઈકાએ ફરી એકવાર ટાઈટ લેગિંગ્સ, સ્પોર્ટ્સ બ્રામાં લોકોને સ્ટાઈલ ગોલ આપી દીધો છે.

સારા

મલાઈકાએ હવે તેની સ્ટાઈલમાં એક કેપ ઉમેરી છે અને તે જ્યાં જાય છે ત્યાં કેપ પહેરે છે. જીમ લુક હોય, યોગ કરવા જવું હોય કે પછી કોઈ કેઝ્યુઅલ લુકમાં જ સ્પોટ કેમ ના થઈ હોય. આજે વર્કઆઉટ માટે બહાર જતી વખતે મલાઈકા ફરી એકવાર કેપ પહેરેલી જોવા મળી હતી.

મલાઈકાએ તો ફેન્સના દિલ ચોર્યા હતાં પરંતુ સારા અલી ખાનની અદાઓ આ હસીના પર ભારે પડી હતી. આજે જ્યારે આ હસીના જીમમાંથી બહાર નીકળી તો જોનારા તેના લુક પર ફિદા થઈ ગયા હતાં. લાલ રંગના જીમના કપડાંમાં સારા ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી હતી.

તેના પર સારા અલી ખાન નવાબી ચાલનું તો શું જ કહેવું. સોશિયલ મીડિયા પર તેમનું વોકિંગ સ્ટાઇલ હંમેશા જ હેડલાઈન્સમાં હોય છે. સારાનો જ્યારે આ લુક સામે આવ્યો તો મલાઇકા પણ ફેઇલ લાગી.

અત્યાર સુધી તો મલાઇકા સ્ટાઈલમાં નંબર વન હતી પરંતુ આ સમયે તેને બી ટાઉન હસીનાઓએ તગડી ટક્કર આપી રહી છે. પછી ભલે તે સારા અલી ખાન હોય, જ્હાનવી કપૂર હોય કે પછી કોઈ બીજી બોલિવુડ સ્ટાર હોય.

READ ALSO:

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV