GSTV
Home » News » લીક થઈ ગઈ મલાઈકા અર્જુનના લગ્ની તારીખ, આવી છે તૈયારીઓ

લીક થઈ ગઈ મલાઈકા અર્જુનના લગ્ની તારીખ, આવી છે તૈયારીઓ

Arjun Kapoor

અર્જુન કપૂર અને મલાઈકા અરોડાના અફેરની ખબરો સતત ચર્ચામાં હોય છે. સૂત્રો મુજબ તાજેતરમાં કોફી વીથ કરણમાં એક્ટ્રેસ કરીના કપૂર અને પ્રિયંકા ચોપડાએ તેમની ડેટિંગની ખબરો પર મોહર લગાવી અને હવે બન્નેના લગ્નની ખબરો આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને આ વર્ષના એપ્રિલમાં લગ્ન કરે એવી સંભાવના છે. આ વાતનો ખુલાસો એક મીડિયા રિપોર્ટે કર્યો છે. રિપોર્ટ મુજબ અર્જુન અને મલાઈકા ક્રિશ્ચિયન રીતિ રિવાજથી એપ્રિલમાં લગ્ન કરી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે આ સેરેમની પ્રાઇવેટ હશે. જેમાં ફક્ત સગા-સંબંધીઓ અને નજીકના મિત્રોને આમંત્રિત કરવામાં આવશે. આ સમાચાર અર્જુન અને મલાઈકાના ચાહકો માટે સારા સમાચાર કરતાં ઓછા નથી. જોકે અર્જુન અને મલાઈકાએ ક્યારેય તેમના રિલેશનશિપ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ બૉલીવુડના કેટલાક સ્ટાર્સ અને નજીકના સંબંધીઓએ આ બંને વચ્ચેના સંબંધ વિશે જણાવ્યું છે.

બીજી તરફ અર્જુન અને મલાઈકાના ડેટની ખબર લાંબા સમયથી આવી છે. આવા સંજોગોમાં, લગ્ન સંબંધિત આ સમાચાર આવવા તેમના ફેન્સ માટે એક મોટી સરપ્રાઇઝ છે. તમને બતવી દઈએ કે અર્જુન અને મલાઈકાનો આ અફેર એટલા માટે પણ ઘણો ચર્ચામાં છે કારણ કે બન્નેની ઉમરમાં ઘણો તફાવત છે. માલઈકાથી અર્જુન કપૂર લગભગ 12 વર્ષ નાનો છે. થોડા દિવસ પહેલા એવી ખબર પણ આવી હતી કે મલાઈકાને કપૂર ફેમિલીએ પણ સ્વીકારી લીધી છે.

મલાઈકાએ લગ્નના 18 વર્ષ બાદ પતિ અરબાઝને તલાક આપી દીધો હતો. જ્યાં એક તરફ તે અર્જુનને ડેટ કરી રહી છે ત્યાં બીજી તરફ અરબાઝ પોતાની ગર્લફ્રેન્જ જોર્જિયા સાથે હાથોમાં હાથ નાખીને જોવા મળે છે.

Read Also

Related posts

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

ICC: આગમી વર્ષથી કન્યાઓ માટે શરૂ થઈ શકશે અંડર-19 વર્લ્ડ કપ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!