GSTV

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે હોટલમાં આ રીતે મનાવ્યો વેલેન્ટાઈન ડે, શેર ફોટા કર્યા

બોલિવૂડ સ્ટાર્સ કદાચ તેમના વેલેન્ટાઇન ડેની ઉજવણીને છુપાવી હોઈ શકે છે, પરંતુ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર સાથે આવું નથી. તે બોલિવૂડનું ચર્ચિત કપલ છે અને તેઓએ પ્રેમનો દિવસ ખૂબ પ્રેમથી ઉજવ્યો હતો.

મલાઈકા અને અર્જુને ટેબલ સેન્ટરપીસનો ફોટો પ્રેમથી શેર કર્યો છે. આ ફોટો હોટલના રૂમનો છે.  જેની ઉપર ચોકલેટ ડિપ્ડ સ્ટ્રોબેરી પણ રાખેલી જોવા મળી રહી છે. મલાઈકા અને અર્જુન બંનેએ આ ફોટો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે.

જણાવી દઈએકે, મલાઈકા અને અર્જુને જૂનમાં પોતાનો સંબંધ જાહેર કર્યો હતો. અર્જુનની બર્થડે પર મલાઈકાએ ઈન્સ્ટાગ્રામમાં અર્જુનની સાથે પોતાનો ફોટો નાખ્યો હતો.

અર્જુન કપૂરે પણ મલાઈકાના બર્થડે પર એક પ્રેમાળ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં તે તેને કીસ કરતાં દેખાઈ રહ્યા છે.

ત્યારબાદ નવા વર્ષ પર મલાઈકા અને અર્જૂને નવું વર્ષ સાથે ઉજવ્યુ હતુ. મલાઈકાની ફેમેલી પણ તેની સાથે હતી. બધાએ નવા વર્ષનું સ્વાગત ગોવામાં કર્યુ હતુ. આ અવસર પર તેણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે અર્જુનને કીસ કરી રહી હતી.

લાંબા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપુરનું અફેયર ચર્ચામાં હતુ. જોકે, બંને તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરાઈ ન હતી.

મલાઈકાએ આ ફોટો શેર કર્યો હતો જેમાં ગુલાબનાં ફુલોનું સુંદર બુકે દેખાઈ રહ્યુ છે. જણાવી દઈએકે, અર્જુન ઘણીવાર મલાઈકાની ફેમિલી અને મલાઈકાના પુત્રોની સાથે પણ આઉટિંગમાં દેખાય છે.

હજી પણ બંનેએ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ બંને પોત-પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં એકબીજાની સાથે પોતાના ફોટા શેર કરતાં રહે છે. બંને અરમાન જૈનનાં લગ્નમાં કપલ તરીકે પહોંચ્યા હતા.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનાં ડિવોર્સ થઈ ચૂક્યા છે. બંનેને એક પુત્ર છે. અરબાઝ પણ પોતાની લાઈફમાં આગળ વધી ચૂક્યો છે. અને તે જ્યોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!