GSTV
Gujarat Government Advertisement

કપોળ બેંકના ચોરે તાળાં તોડ્યાં : મળ્યા એટલા રૂપિયા કે ચોર હવે જિંદગીમાં કોઈ દિવસ બેન્કમાં નહીં કરે ચોરી

Last Updated on November 1, 2019 by Mayur

એક અજાણ્યા ઘરફોડુએ બેંક તોડી જો કે સીસીટીવીની કેમેરામાં કશું આવ્યું નહોતું. પણ કેશિયરના ખાનામાંથી તેને માત્ર રૂા.800 મળ્યા હતા. તેણે બેંકનો વોલ્ટ નહોતો તોડયો. આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી.મલાડ પોલીસે આ ઘટના ભારતીય દંડ સંહિતાની કલમ 457 (ઘરફોડી) અને કલમ 380 (ચોરી) હેઠળ મલાડ (પ)ની કપોળ કો-ઓપરેટિવ બેંકના કર્મચારીની ફરિયાદ અન્વયે ગુનો નોંધ્યો છે. આ બેંક ઘણા સમયથી બંધ હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘરફોડુ બેંકના શટરમાં લાગેલા તાળાં તોડી બેંકમાં ઘૂસ્યો હતો. બેંક બહાર કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નહોતો અને સીસીટીવી લગાડવામાં આવ્યા નહોતાં.

આ બેંક હાઉસિંગ સોસાયટીના મકાનમાં આવી છે અને સોસાયટીમાં પણ સીસીટીવી કે સિક્યોરિટી ગાર્ડ નહોતા, એમ મલાડના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઘરફોડુને સોનું કે કોઈ રોકડ રકમ મળી નહોતી. પણ કેશિયરના ખાનામાંથી માત્ર રૂા.800 મળ્યા હતા. જો કે ચોર બેંકમાંના સીસીટીવી કેમેરાની ડિજિટલ વીડિયો રેકોર્ડર (ડીવીઆર) ઉઠાવીને નાસી ગયો હતો.

બેંકના કર્મચારીએ બેંકના મેનેજરના કોન્ટેક્ટ માટે કોઈ નંબર નહોતો આપ્યો, પણ પોલીસે બેંકની વેબસાઈટ પરથી ફોન નંબર મેળવ્યો હતો, પણ તેનાથી સંપર્ક પ્રસ્થાપિત કરી શકાયો નહોતો. આ વર્ષના પ્રારંભમાં અજાણ્યા શખસે દેના બેંકની મહેશ્વરી ઉદ્યાન બ્રાન્ચમાં ચોરી કરી હતી, જેને સિક્કા રૂપે રૂા.16,700 જ ખાનામાંથી મળ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!