બોલીવુડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર અને થલાઇવા રજનીકાંતની અપકમિંગ ફિલ્મ 2.0નું ટીઝર રિલિઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેણે ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં જ ફિલ્મનો મેકિંગ વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે અક્ષય કુમાર અને રજનીકાંત તેના લુક માટે તૈયાર થઇ રહ્યાં છે. આ વિડિયો ખરેખર ચોંકાવનારો છે. રસપ્રદ બાબત એ છે કે આ મેકિંગ વિડિયો પ્રોડક્શન હાઉસે એક વર્ષ પહેલાં રિલિઝ કર્યો હતો પરંતુ હવે આ વિડિયો યુટ્યુબ પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે જેના કારણે આ વિડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે.
વિડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે રજનીકાંત ‘ચિટ્ટી’ અને અક્ષય કુમાર ‘વિલન’ના રોલ માટે તૈયાર થતાં હતા. આ વિડિયોને અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. રજનીકાંત અને અક્ષય કુમાર બંને એવા એક્ટર્સ છે જે પોતાની ફિલ્મ માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે.
આ વખતે ફિલ્મમાં અક્ષય અને રજનીકાંત ઉપરાંત એમી જેક્સન પણ જોવા મળશે. આ ફિલ્મની ખાસિયત તેનું વીએફએક્સ છે. અક્ષય કુમારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું કે ફિલ્મ માટે 3000થી વધુ ટેક્નિશિયન્સે કામ કર્યુ છે.
ટીઝર પરથી જ ખ્યાલ આવે છે કે આ ફિલ્મને હૉલીવુડ સ્ટાઇલથી બનાવવામાં આવી છે. ટીઝર જોઇને લાગી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ઓપનર બની શકે છે. અનેક એક્સપર્ટસનું માનવું છે કે જો ફિલ્મને માઉથ પબ્લિસીટી મળશે તો પહેલાં જ દિવસે ફિલ્મ 100 કરોડની કમાણી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અક્ષય કુમાર વિલનના રોલમાં છે. ફિલ્મ માટે અક્ષય પહેલી પસંદ ન હતો. આ રોલ આમિર ખાનને ઑફર કરવામાં આવ્યો હતો. પરંતુ આમિરે આ રોલ કરવાથી ઇનકાર કરી દીધો હતો જે પછી આ રોલ અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો. ફિલ્મનું બજેટ 550 કરોડ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે બાહુબલીથી 200 કરોડ રૂપિયા વધુ છે. મેકર્સ દ્વારા ટ્વીટર પર જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મ માટે 75 મિલિયન ડૉલર એટલે કે 550 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ જાહેરાત ફિલ્મના લીડ સ્ટાર અક્ષય કુમારે પોતાના ઓફિશ્યલી પેજ પરથી કરી હતી. ફિલ્મમાં વપરાયેલી VFX ટેક્નોલોજી ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી ખર્ચાળ ટેક્નોલોજી છે.
આ પહેલા ભારતમાં આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે જ શંકરે કેલિફોર્નિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ફિલ્મમાં વિઝ્યુઅલી ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા તમામ પાસાઓનો ખાસ અભ્યાસ કર્યો હતો. ત્યારે દિવસે ને દિવસે રોબોટ 2.0 ફેન્સની ઉત્તેજનામાં પોસ્ટર શેર કરી વધારો કરી રહી હોવાનું સાફ દેખાઇ રહ્યું છે.