GSTV

જલ્દી કરો/ બાળકોનું આધાર કાર્ડ બનાવવામાં મોડું ન કરતા, આ ડૉક્યૂમેન્ટ્સની પડે છે જરૂરિયાત

વર્તમાન સમયમાં આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયું છે. બાળકોનું આધાર કાર્ડ પણ જરૂરથી બનાવવું જોઈએ. જો તમારા બાળકનું આધાર કાર્ડ નથી બન્યું તો તમારા ઘણા કામ રોકાઈ પણ શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આધાર કાર્ડ બનાવવાના શું ફાયદા છે અને તે માટે ક્યાં-ક્યાં દસ્તાવેજની જરૂરિયાત પડે છે.

બાળકોનું આધાર કાર્ડ બનાવવાના ફાયદા

  • આધાર બાળકોના ઓળખાણ પત્ર તરીકે કામ કરશે. કારણ કે, ન તો બાળકોનું ડ્રાઈવિંગ લાઈસેંસ બને છે અને ન તો ચૂંટણી કાર્ડ. એવામાં આધાર જ તેમનું ઓળખ કાર્ડ હોય છે. સરકારી સંસ્થાઓમાં તો આ કામ આવશે જ સાથે ખાનગી સંસ્થામાં પણ તેની મનાઈ કરી શકશો નહી.
  • શાળામાં પણ હવે એડમિશનના ટાઈમ પર આધાર નંબર માગવામાં આવી રહ્યો છે. જે બાળકોનું આધાર નથી, તેમને સ્કૂલ એક નક્કી સમયમાં આધાર કાર્ડ બનાવવાનો ઓર્ડર આપી રહી છે.
  • સરકાર કાર્યક્રમો, શિષ્યવૃત્તિ મેળવવા સુધીમાં આધાર કાર્ડ બાળકના બહુત કામ આવશે. બાળકોના બચત ખાતા માટે પણ આધાર જરૂરી છે.
  • બાળકો માટે આધારની સાથે પાસપોર્ટ પણ સરકારા દ્વારા જાહેર ઓળખાણ પત્રના રૂપમાં વપરાશ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દેશમાં પાસપોર્ટ રાખનાર લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.

જાણો તેને બનાવવા ક્યાં ડૉક્યૂમેન્ટ જોઈએ

  • આવુ ડૉક્યૂમેન્ટ જે બાળકોની સાથે માતા-પિતા અથવા વાલીનું સંબંધ દર્શાવે છે જેવા બાળકોનું બર્થ સર્ટિફિકેટ અથવા હોસ્પીટલ દ્વારા જાહેર ડિસ્ટાર્ચ કાર્ડ/પર્ચી
  • માતા-પિતામાથી કોઈ એક/વાલીનું આધાર
  • જ્યારે પણ બાળકોનો આધાર બનાવવા જઈએ તો આ બંને ડૉક્યૂમેન્ટની ઓરિજિનલ કોપી પણ સાથે લઈને જાવ.

5 થી 15 વર્ષની વચ્ચે બાળક માટે ડૉક્યૂમેન્ટ

  • બાળકના નામ પર જો કોઈ ડૉક્યૂમન્ટ નથી તો મા-બાપની સાથે તેમનો સંબંધ દર્શાવનાર દસ્તાવેજ જેવા બર્થ સર્ટિફિકેટ.
  • જો બાળકના નામ પર જો કોઈ ડૉક્યૂમેન્ટ નથી તો માં-બાપની સાથે તેમનો સંબંધ દર્શાવનાર દસ્તાવેજ જેવા બર્થ સર્ટિફિકેટ.
  • જો બાળકના નામ પર કોઈ ડૉક્યૂમેન્ટ છે તો સ્કૂલ આઈડી જેવા કોઈ વેલિડ આઈડી અને એડ્રેસ પ્રૂફ આપવાના રહેશે. વેલિડ પ્રૂવ્સની યાદી હાજર છે.
  • https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf
  • માં-પિતામાંથી કોઈ એકનું આધાર.

આ વાતોનું રાખો ધ્યાન

  • 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો બાયોમેટ્રિક ડિટેલ્સ લેવામાં આવતા નથી. માત્ર ફોટો લેવામાં આવે છે.
  • 5 વર્ષછી ઓછી ઉંમરના બાળકોના બાયોમેટ્રિક એટલે આંગળીઓના નિશાન અને આંખોની કિકિ વિકસિત થતી નથી.
  • બાળક જ્યારે પાંચ વર્ષનું થઈ જાય તો તેમની બાયોમેટ્રિક્સ માહિતી લેવામાં આવી છે.
  • બાળકોના મોટા થવા પર તેમના બાયોમેટ્રિક્સમાં ફેરફાર આવે છે. બાળકના 15 વર્ષના થવા પર આ માહિતી અપડેટ કરવી જરૂરી છે.
  • બાળકોની બાયોમેટ્રિક્સનું અપડેશન ફ્રી છે.
  • બાયોમેટ્રિક્સ અપડેશન માટે કોઈ ડૉક્યૂમેન્ટ જોઈએ નહી. માત્ર બાળકોના તેમના આધાર કાર્ડની સાથે આધાર કેન્દ્ર લઈ જાવ.

READ ALSO

Related posts

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: ઉઠાવ્યો વાતાવરણનો મુદ્દો, કહ્યું – પ્રદૂષણ માટે ભારત, ચીન અને રશિયા દોષિત

Mansi Patel

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

Bansari

ગજબ/ વિમાનના કોકપિટમાં ઘુસી બિલાડીએ કરી ધમાલ, કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!