GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

વરસાદી સીઝનમાં કંઈક ચટાકેદાર ખાવાની ઈચ્છા થાય તો, ઘરે ઝટપટ બનાવો સોફ્ટ અને ટેસ્ટી ‘દુધીના મૂઠીયા’

વિશ્નભરમાં પ્રખ્યાત છે કે, ખાણી-પીણીની બાબતમાં ગુજરાત સર્વપ્રથમ આવે છે. કારણ કે, અહીંની પ્રજા ખાણી-પીણીની ખૂબ જ શોખીન છે, પરંતુ વર્તમાન સમય એવો છે કે, દરેક વ્યક્તિનું જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ છે કે, પોતાની મનગમતી વસ્તુઓ ઘરે બનાવીને તેનો સ્વાદ માણી શકાતુ નથી. તેથી આજે અમે તમારા માટે એક એવી વાનગી લઈને આવ્યા છીએ જે ખુબ જ ઓછા સમયમાં બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હેલ્દી છે. તો ચાલો બનાવીએ ચટાકેદાર અને એકદમ નરમ ‘દુધીના મૂઠીયા‘.

જરૂરી સામગ્રી

  • દુધી– 300 ગ્રામ
  • ઘઉંનો લોટ- જરૂર પ્રમાણે
  • ચણાનો લોટ અને રવો- 1/5 કપ
  • કુકિંગ ઓયલ- 2 થી 3 ચમચી
  • ઝીણા કાપેલી લીલા મરચા અને કોથમીર
  • રાઈ- અડધી ચમચી
  • જીરુ- 1 ચમચી
  • મીઠું- સ્વાદપ્રમાણે
  • લીંબુ- 1 નંગ
  • હળદર- 1/4 ચમચી
  • બેકિંગ સોડા- ચપટી
  • હિંગ- ચપટી
  • તેલ- મીક્સ કરવા માટે

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલી દૂધી, રવો, ચણાનો લોટ, મીઠુ, હીંગ, લીલા મરચા-આદુની પેસ્ટ, હળદર, લીલા ધાણા, બેકિંગ સોડા, જૂરૂ, તેલને મિક્સ કરી લીંબુના રસ નાખી ગૂંથી લો,
  • હથેળીઓને હળવુ તેલ લગાવી મિશ્રણને ગોળ આકાર આપો એટલે કે મુઠ્ઠીનુ રૂપ આપી તેલ લગાવેલી કાણાવાળી પ્લેટ પર રાખી દો.
  • ત્યારબાદ એક મોટો પેનમાં 3 કપ પાણી નાખીને ગરમ કરી લો. વરળા આવ્યા બાદ તેના પર પ્લેટ રાખો અને ઢાંકણથી ઢાંકી લો.
  • 20 મિનિટ બાદ ઢાંકણ હટાવીને કોઈ એક ટૂકડા પર ચાકુ લગાવી ચેક કરી લો. જો ચાકુ સરળતાથી બહાર આવી જાય તો મતલબ છે પાકી ગયા છે. જેથી તેને ઉતારીને પાતળા કાપી લો.
  • એક પેનમાં તેલ નાખીને તેમાં જીરૂ, રાઈ નાખી સાંતળો બાદમાં લીમડાના મીઠા પાન અને ટુકડાઓને નાખી ચમચાથી હલાવો. સરખુ મિક્સ કર્યા બાદ તેને ઉતારી લીલા ધાણાથી ગાર્નિશ કરી દો.

READ ALSO

Related posts

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આજે પાનના ગલ્લાં બંધ, AMCના આ 2 નિર્ણયોથી ફફડાટ વધ્યો

pratik shah

કપિલદેવ અને મુરલી કાર્તિકે ચેરિટી ગોલ્ફમાં ભાગ લીધો, અધધ આટલા લાખ એકત્રિત કર્યા

Bansari

આ દિગ્ગજ હોકી ખેલાડીને મોહન બાગાન લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત,

Bansari
Do NOT follow this link or you will be banned from the site!