GSTV
Gujarat Government Advertisement

શું તમે પણ મેકઅપ કરતા સમયે કાજલ ફેલાવાની સમસ્યાથી છો પરેશાન? તો અજમાવો આ ઉપાય, જરૂર થશે ફાયદો

ઘણી છોકરીઓને કાજલ લગાવવાનો ઘણો શોખ હોય છે. કાજલથી આંખો મોટી અને સુંદર નજર આવે છે, પરંતુ જો આ કાજલ ફેલાઈ જાય તો ચેહરાના મેકઅપને ખરાબ પણ કરી દે છે. બજારમાં એવા તમામ કાજલ આવે છે, જેમા ન ફેલાવવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ તો પણ ઘણે મોડે સુધી ટકી શકતા નથી. જો તમારુ કાજલ પણ વારંવાર ફેલાઈને તમારા મેકઅપને ખરાબ કરે છે તો અહીંયા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ. જેને અજમાવી તમારુ કાજલ ઘણા કલાક સુધી ફેલાશે નહી.

અપનાવો આ સરળ ઉપાય

  • સૌ પ્રથમ એક વાત ધ્યાન રાખો કે, જ્યારે પણ કાજલ લગાવો. તેને પહેલા આંખોની નીચેની સ્કિનને જરૂર સાફ કરી લો. જેથી ત્યાં હાજર પરસેવો અને એક્સ્ટ્રા તેલને સાફ કરી શકાય. તે સિવાય આંખોને સ્વચ્છ અને સૂકી રાખવા માટે સ્કિનને ટોનરથી સાફ કરી લો.
  • ત્યારબાદ પહેલા આંખોની આસપાસના ભાગ અને આઈલિડ પર રેગુલર અથવા કોમ્પેક્ટ પાવડર લગાવો. થોડો પાવડર બ્રશની મદદથી આંખો પર પણ લગાવો. જો સ્કિન પર થોડુ પણ તેલ રહી પણ ગયુ હોય તો પાવડર તેને સૂકી લેશે. પાવડર લગાવ્યા બાદ આંખોમાં કાજલ લગાવો.
  • ઘણી વખત સામાન્ય કાજલ પાઉડર છતા પણ ફેલાવવાનું લાગે છે. ગરમીઓમાં ખાસ કરીને આ પ્રકારની સમસ્યા સામે આવી છે. તેનાથી બચવા માટે વોટરપ્રૂફ કાજલનો વપરાશ કરો. આ લાંબા સમય સુધી ટકી રહેશે. સાથે જ કાજલ લગાવસા સમયે આંખોના કિનારા પર પતલી અને વચ્ચે મોટી પરત લગાવો.
  • તમે ઈચ્છો તો કાજલ પહેલા આંખોની નીચેની તરફ આઈ લાઈનર લગાવો ફરી કાજલ લગાવોય તેનાથી કાજલ ફેલાવવાનો ચાંસ ઘણો ઘટી જાય છે. સાથે જ મોટું કાજલ તમારી આંખોને હાઈલાઈટ કરે છે.
  • જો તમારે ડાર્ક સર્કલની સમસ્યા છે અને કાજલ ફેલાવવાથી આંખો અને ડાર્ક લાગવા લાગે છે. તો તમે રાત્રે સૂતા સમયે મોટું કાજલ લગાવો. સવારે જ્યારે આ ફેલાઈ જાય તો તમે તેને સાફ કરી લો. તેનાથી કાજલ તમારી આંખોમા લાગેલ પણ રહેશે અને ફેલાશે પણ નહી. સાથે તમારી આંખો કજરારી નજર આવશે.
  • વધારે પડતી છોકરીઓ કાજલ લગાવતા સમયે એક કોમન ભૂલ કરે છે. તે કાજલને અંદરના ખૂણાની બહારની તરફ લગાવે છે. જ્યારે તેને બહારથી અંદરની ખૂણાની તરફ લગાવવું જોઈએ. તેનાથી કાજલ ફેલાવવાનો ચાંસેસ ઓછા હોય છે. જો આંખોમાં વારંવાર પાણી આવે છે, તો આ કાજલને અવોઈડ કરો, અથવા ફરી બંને કિનારા પર હળવા અને સેન્ટરમાં ઊંડુ કાજલ લગાવો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!