GSTV
Home » News » બાળકીએ 12માં જન્મદિવસ પર પોતાની કમાણીથી ખરીદી BMW કાર, જાણો કઈ રીતે?

બાળકીએ 12માં જન્મદિવસ પર પોતાની કમાણીથી ખરીદી BMW કાર, જાણો કઈ રીતે?

થાઈલેન્ડની એક 12 વર્ષની બાળકી તેના પરાક્રમના કારણે ખૂબ ચર્ચામાં છે. 12 વર્ષની નૈથેનનએ પોતાના માટે BMW કાર ખરીદી છે. ખાસ વાત તો એ છે કે આ કાર તેણે પોતાની કમાણીમાંથી ખરીદી છે. એટલે કે નૈથેનન 12 વર્ષની ઉંમરમાં ધૂમ કમાણી પણ કરે છે અને પોતાના માટે મોંઘી કાર ખરીદી આ વાત તેણે સાબિત કરી છે. થાઈલેન્ડનની નૈથેનન એક મેકઅપ આર્ટિસ્ટ છે અને તે ચૈંટાબુરીમાં રહે છે.

તે લંડન ફેશન વીક-2018માં ભાગ પણ લઈ ચુકી છે. લંડન ફેશન વીકમાં મેકઅપ કરનાર સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ નૈથેનન છે. નૈથેનનએ પોતાના 12માં જન્મદિવસે પોતાના માટે ખરીદેલી કારની પોસ્ટ ફેસબુક પર શેર કરી હતી.

તેણે ફેસબુકમાં પોતાના માટે 12માં જન્મદિવસની શુભેચ્છા સાથે એક પોસ્ટ લખી હતી. મહત્વપૂર્ણ છે કે નૈથેનનને ફેસબુક પર 9 લાખ લોકો ફોલો કરે છે.

નૈથેનનએ યૂ ટ્યૂબની મદદથી મેકઅપ કરવાનું શીખ્યું હતું અને 7 વર્ષની ઉંમરથી તો તેણે મેકઅપ ટૂટોરિયલ્સ સોશિયલ મીડિયા પર શેર કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે ખાસ કોર્સ પણ તેણે કર્યા હતા.

Read Also

Related posts

અવંતિકાએ લગ્નના 8 વર્ષ પછી કેમ છોડ્યું ઈમરાનનું ઘર?

Dharika Jansari

પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

Bansari

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!